Local Heading

રાજકોટમાં માવો ખાઈને રસ્તા પર થુંકનારને 100 રુપિયાનો દંડ થશે – ચેતી જજો નહીં તો, 10 રુપિયાનો માવો 110 રુપિયામાં પડશે

રાજકોટ – અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની જેમ રાજકોટ મહા પાલિકાએ પણ પાન, પડિકી કે, માવો ખાઈને જાહેરમાં થુંકતા વાહન ચાલકોને ઈ-મેમો આપવાની શરુઆત કરી છે. હવે, રાજકોટના રસ્તા પર થુંકશો તો તમને 100 રુપિયાનો દંડ ભરવો પડશે. રાજકોટ મહા પાલિકા સીસીટીવી કેમેરા દ્વારા ફોટા મેળવીને રસ્તા પર થુંકતા વાહન ચાલકોને ઈ-મેમો આપશે અને તેઓની પાસેથી રુપિયા 100નો દંડ વસુલશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સફાઈ અભિયાન અંતર્ગત રસ્તા પર પાન, પડિકી કે, માવો ખાઈને થુંકતા લોકોને ઈ-મેમો આપવાની શરુઆત કરી હતી. આ યોજનાના અમલના થોડા જ દિવસોમાં હજારો લોકો સીસીટીવીમાં કેદ થયા હતા કે, જેઓ પાન, પડિકી કે, માવો ખાઈને રસ્તા પર થુંકતા હતા.

અમદાવાદ કોર્પોરેશને આવા તમામ લોકોને ઈ-મેમા ફટકારીને તેઓ પાસેથી દંડ વસુલવાની શરુઆત કરતા જ જાહેર સ્થળો પર થુંકવાના બનાવો ઘટવા માંડ્યા હતા. કહેવાય છે કે, સોટી વાગે તો જ વિદ્યા આવે….એમ, હવે અમદાવાદીઓ રસ્તા પર થુંકતા પહેલા દસ વખત વિચાર કરે છે.

અમદાવાદ કોર્પોરેશને શરુ કરેલા અભિયાનની સફળતા જોઈને હવે રાજકોટ મહા પાલિકાએ પણ રસ્તા પર થુંકનારા લોકોને ઈ-મેમો આપવાનો નિર્ણય લીધો છે એટલે હવે, રાજકોટમાં પણ જાહેરમાં થુંકનારા વ્યક્તિને 100 રુપિયાનો દંડ ફટકારવામાં આવશે. આમ, જોવા જઈએ તો રાજકોટવાસીઓ માવા ખાવાના શોખીન હોય છે. પરંતુ, હવે તેઓ ટુવ્હીલર ચલાવતી વખતે જો માવો ખાઈને થુંકશે તો તેઓને 100 રુપિયા દંડ ભરવો પડશે અને 10 રુપિયાનો માવો 110 રૂપિયામાં પડશે.

Related posts

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

गोबर से ऐसे बचाया जा रहा है ‘कार का रंग’

Ramta

उत्तराखंड बोर्ड का रिज़ल्ट 30 मई को होगा घोषित

Saleem Malik

ઈ-મેમોના દંડની રકમ ચુકવવી છે તો…આપકે પાસ ઓપ્શન હૈ, ચાર…

Alkesh Vyas

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More