Local Heading

સુરત- મોદીની જીતની કામના સાથે 108 કુંડી મહાયજ્ઞ યોજાયો, 500 મહિલાઓએ યજ્ઞમાં આહુતિ આપી

સુરત – લોકસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીની જીતની કામના સાથે સુરતના વરાછા વિસ્તારમાં તાપી નદીના કાંઠે 500 મહિલાઓએ સૂર્ય પુત્ર શનિદેવનો 108 કુંડી યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ બાદ શનિદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે, નરેન્દ્ર મોદીને લોકસભાની ચુંટણીમાં 400 સીટો મળે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સિધ્ધકુટિર આશ્રમમાં 108 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે બનાવવામાં આવેલા વિશાળ પંડાળની નીચે 500 મહિલાઓએ મોદીની જીતની શુભકામના સાથેનો યજ્ઞ કર્યો હતો.

શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે યોજાયેલા આ મહાયજ્ઞમાં મહિલાઓએ ભગવાન શનિદેવને આહુતિ આપીને મોદીની જીતની પ્રાર્થના કરી હતી. આ યજ્ઞમાં આશ્રમના ગુરુજી વિજયાનંદજી મહારાજ તથા તેમના હજારો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

બિલ્કીસ બાનુને રુપિયા 50 લાખની સહાય ચુકવવાનો સુપ્રિમનો આદેશ

Alkesh Vyas

નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસની ફરિયાદ, ચુંટણી પંચે મોદીને આપી ક્લીનચીટ

Alkesh Vyas

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં અભૂતપુર્વ સરેરાશ 64 ટકા મતદાન

Alkesh Vyas

લોકશાહીના મહાયજ્ઞમાં સંતોની મતદાન દ્વારા આહુતિ

Alkesh Vyas

ઈરફાન પઠાણ વોટ આપવા માટે વિમાન મારફતે ખાસ વડોદરા આવ્યો

Alkesh Vyas

મતદાન કરવા માટે 22 વર્ષનો બિમાર યુવક એમ્બ્યુલન્સમાં આવ્યો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More