Local Heading

મુસાફરી લાંબી હતી જીંદગી ટૂંકી પડી – ગંભીરા પાસે ગંભીર અકસ્માતમાં 11 યુવકોના મોત

આણંદ – બોરસદ તાલુકાની ગંભીરા ચોકડી પાસે પીકઅપ વાન અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 11 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે એક ડઝન જેટલા યુવકો ઘાયલ થતાં તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં મોતને ભેંટેલા તથા ઈજા પામેલા યુવકો આણંદ જિલ્લાના જુદાજુદા ગામોના છે અને તેઓ પાદરા-જંબુસર રોડ પર આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. નોકરી પરથી પરત આવતી વખતે તેમના પીકઅપ વાનને ટ્રેલર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આણંદ જિલ્લાના વિવિધ ગામોના સેંકડો યુવકો પાદરા-જંબુસર રોડ પરની વિવિધ કંપનીઓમાં નોકરી કરે છે. તેઓ રોજ સવારે ઘરેથી નીકળીને ટેમ્પા કે, પીકઅપ વાનમાં બેસીને નોકરી પર જાય છે અને સાંજે તેઓ સાથે મળીને પીકઅપ વાનમાં પાછા પોતાના ઘરે આવે છે. ગઈકાલે સાંજે લગભગ વીસથી પચ્ચીસ જેટલા યુવકો નોકરી પુરી કરીને પીકઅપ વાનમાં બેસીને ઘર તરફ જતા હતા. જે દરમિયાન ગંભીરા ચોકડી પાસે તેમની પીકઅપ વાન અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, પીકઅપ વાનમાં બેઠેલા લગભઘ 11 જેટલા યુવકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. જ્યારે એક ડઝન યુવકોને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આવા ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આણંદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ દવાખાનામાં દાખલ કરાયેલા યુવકોની મુલાકાત પણ લીધી હતી.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More