Local Heading

જૂનાગઢના માળિયા અને માંગરોળમાંથી 465 લોકોનું સ્થળાંતર

જૂનાગઢ – વાવાઝોડાની સંભવત આફત સામે જુનાગઢ જીલ્લાના તંત્રએ એલર્ટ થઇ ને આ સંભવિત પરિસ્થિતિને નિવારી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આગમચેતીના પગલા લીધા છે. જુનાગઢ જિલ્લાના માળિયા અને માંગરોળ વિસ્તારમાં કુલ 465 વ્યક્તિઓનું આજે સવારે સાત વાગ્યા સુધીમાં સ્થાનાંતર કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને જિલ્લાના તમામ કંટ્રોલરૂમ રાઉન્ડઅપ ચાલુ છે. જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે માટે કામગીરી અંગેની બેઠક પણ યોજવામાં આવી છે.

મંત્રી જવાહરભાઈ ચાવડા પણ જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમ અને એસ.ડી.આર.એફ ની એક ટીમ બોલાવવામાં આવી છે આ ટીમ માંગરોળ ખાતે તેનાત રહેશે અને એક ટીમને જરૂર પડે તે માટે રીઝર્વ રખાશે.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

अवैध अतिक्रमण के खिलाफ सिटी मजिस्ट्रेट ने चलाया अभियान

Srajit Awasthi

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

विश्व योग दिवस पर प्रशासन ने एलईडी से किया प्रचार

Nitendra Jha

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More