Local Heading

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં અભૂતપુર્વ સરેરાશ 64 ટકા મતદાન

વડોદરા – ગઈકાલે એટલે કે, 23મી એપ્રિલે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે યોજાયેલી ચુંટણીમાં સરેરાશ 64 ટકા જેટલુ અભૂતપુર્વ મતદાન થયુ હતુ. લોકસભાની ચુંટણીમાં આટલુ જંગી મતદાન ભાગ્યે જ જોવા મળે છે. રાજ્યના કરોડો નાગરિકોનાં ઉત્સાહ અને ઉમંગની બદોલત રાજ્યમાં ચુંટણીનો મહાપર્વ રંગેચંગે ઉજવાયો હતો.

વર્ષ 2014માં મોદીનો વાયરો ફૂંકાયો હતો તેમ છતાંય રાજ્યમાં મતદાનનો આંકડો 64 ટકા સુધી પહોંચ્યો ન હતો. પરંતુ, આ વખતે કોણ જાણે કેમ આટલુ જંગી મતદાન થયુ. આટલા ભારે મતદાનને જોઈને રાજકીય વિશ્લેશકો તથા રાજનેતાઓ માથુ ખંજવાળતા થઈ ગયા હતા.

હવે, આ મતદાન કોની ફેવરમાં થયુ છે તે તો મત ગણતરી બાદ જ ખબર પડશે પણ હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અટકળોના દોર શરુ થઈ ચુક્યા છે. બંને પક્ષના નેતાઓ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે પરંતુ, મતદારોનો મિજાજ હાલ ઈવીએમ મશીનોમાં સીલ થઈને પડ્યો છે.

મતદાનના આંકડા તરફ ધ્યાન કરીએ તો, શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધારે થયુ છે. કહેવાય છે કે, ગામડાના મતદારો હંમેશા કોંગ્રેસની તરફેણમાં રહ્યા છે. આ મતદારો કોંગ્રેસને ખોબેખોબા ભરીને વોટ આપે તે વાત માનવામાં આવે તેમ નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં પાકિસ્તાન ઉપર થયેલી સર્જીકલ સ્ટ્રાઈકને લીધે તેમના પ્રત્યે મતદારોમાં સહાનુભુતિ ઉભી થઈ હોય તેવુ પણ લોકો માની રહ્યા છે. અલબત્ત, રાજ્યમાં આટલા મોટા પ્રમાણમાં થયેલા મતદાનને જોતાં એક વાત નક્કી છે કે, મતદારોએ જે પાર્ટીને આશિર્વાદ આપ્યા હશે તે ભાજપ હોય કે, કોંગ્રેસ આ વખતે બેમાંથી એકને જંગી બહુમતિ મળવાની છે.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More