Local Heading

સાવલી તાલુકાના ગરધિયા ગામેથી 13 ફૂટ લાંબો મહાકાય મગર પકડાયો

વડોદરા – સાવલી તાલુકાના ગરધિયા ગામના તળાવમાંથી નીકળીને રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયેલા 13 ફુટના મહાકાય મગરને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી. ચોંકાવનારી વાત એ હતી કે, આ મગરનું વજન 400 કિલોગ્રામ હતુ અને તેને પાંજરામાં પુરવો ખૂબ જ મુશ્કેલ હતો. આખરે, તેના મોઢા ઉપર દોરડાનો મજબૂત ગાળિયો બાંધવામાં આવ્યો હતો.

ત્યારપછી દસથી પંદર માણસોએ દોરડાને ખેંચીને મગરને પાંજરા સુધી લાવ્યા હતા અને તેને પાંજરામાં પુરી દેવામાં આવ્યો હતો. વન વિભાગે આ મહાકાય મગરને વડોદરા પહોંચાડ્યો હતો. જ્યાં ફાસ્ટ ટ્રેક કોર્ટ પાસેની વિશ્વામિત્રી નદીમાં તેને મુક્ત કરી દેવાયો હતો.

વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કાર્તિક મહારાજાએ જણાવ્યુ હતુ કે, ગરધિયા ગામના તળાવનું પાણી ઓછુ થઈ ગયુ હતુ અને મગરનું કદ મોટુ હતુ એટલે, બીજા મોટા જળાશયની શોધમાં તે બહાર આવી ગયો હશે. પરંતુ, સદનસીબે ગ્રામજનોની નજર તેની ઉપર પડી જતા તેને રેસ્ક્યુ કરીને નદીમાં છોડી દેવાયો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More