Local Heading

ગુજરાતના બે દિગ્ગજ નેતાઓના ગામમાં પાણી માટે મહિલાઓને મારવા પડે છે વલખાં

આણંદ – બોરસદ તાલુકાના બદલપુર એક એવું ભાગ્યશાળી ગામ છે કે જેણે 61 વર્ષ સુધી એટલે કે આઝાદીથી લઈને ૧૧ એપ્રિલ ૨૦૧૯ સુધી દેશ અને ગુજરાતના સર્વોચ્ચ સ્થાન મેળવતાં બે રાજનેતા અહીંથી પેદા થયા છે અને તે છે માધવસિંહ સોલંકી અને તેમના પુત્ર ભરત સોલંકી.

આ ગામના માણસ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા છે, વિદેશ મંત્રી, ઊર્જા મંત્રી અને પીવાના પાણી પુરવઠા મંત્રી આ ગામમાંથી જ બન્યા છે. તેમ છતાં આ ગામની મહિલાઓ માથા પર ઘડા લઈને આજે પાણી ભરવા મજબૂર છે.

હાલ આણંદ કોગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીનું આ ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે. 61 વર્ષના લાંબા શાસન છતાં અને પાણી પુરવઠા મંત્રી રહ્યાં છતાં આ કુટુંબ આ ગામની પાણીની સમસ્યા ઉકેલી શક્યું નથી. ગુજરાતના રાજકારણમાં આનાથી મોટી શરમ કોઈ ન હોઈ શકે. માથા પર અને કેડમાં બેડા લઈને પાણી ભરવા જતી મહિલાઓની રોજ લાઈન લાગે છે. કુવામાંથી દોરડાથી પાણી ખેંચવું પડે છે. મહિ નદીના કાંઠે આવેલું બદલપુર ગામમાં તમામ સુવિધા છે. પણ અહીં બારે માસ મહિલાઓએ પાણી ભરવા માટે બેડા લઈને જવું પડે છે તેથી લોકોએ અહીં પોતાની દીકરી આપવાનું બંધ કરી દીધું છે તેવુ ગ્રામજનોનું કહેવુ છે.

પાણીની પાઈપ લાઈન છે છતાં તેમાં પાણી આવતું નથી. દર ચૂંટણી વખતે માધવસિંહ સોલંકીના રાજકીય વારસદાર ભરત સોલંકી મત માંગવા આ ગામમાં આવતાં રહ્યાં છે. પણ પાણી આપી શક્યા નથી. ગામના લોકો છેલ્લાં 31 વર્ષથી પાણી માટે રજૂઆત કરી રહ્યાં છે. તો પણ તેમની વાત કોઈ સાંભળતું નથી. ભરત સોલંકી ભારત સરકારના પીવાના પાણી પુરવઠા મંત્રી રહી ચૂક્યા છે. છતાં પણ તેઓ આ કઠણાઈ દૂર કરી શક્યા નથી.

ભરતસિંહ સોલંકીની વાત…
માધવસિંહ સોલંકી ના પુત્ર ભરતસિંહ સોલંકી 1992માં કોંગ્રેસના મંત્રી બન્યા હતા. તુરંત 1995માં તેઓ ધારાસભ્ય બન્યા હતા. તેઓ ત્રણ વખત MLA બન્યા હતા. 2004માં લોકસભામાં ચૂંટાયા હતા. 2004 થી 2006સુધી AICCના મંત્રી રહ્યાં બાદ 2006થી2008 સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. 2009માં ભારત સરકારમાં ઊર્જા રાજ્ય મંત્રી રહ્યાં હતા. 2011માં રેલવે રાજ્ય મંત્રી, 28 ઓક્ટોબર 2012માં તેઓ પિવાના પાણી પુરવઠા અને સ્વસ્છતા વિભાગના રાજ્ય મંત્રી સ્વતંત્ર ખાતા સાથે બન્યા હતા. ફરી તેઓ ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ રહી ચુક્યા છે અને અમદાવાદમાં તેઓ રહે છે.

ગુજરાતના રાજકારણનું કડવુ સત્ય
આમ, આ ગામના કોંગ્રેસના બે નેતાઓનું ગુજરાતમાં 61 વર્ષથી રાજ છે. સર્વોચ્ચ સ્થાન પર જ રહ્યાં છે. છતાં તેમના ગામની હાલત એવી છે કે લોકોએ બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. આનાથી શરમજનક ઘટના ગુજરાતના રાજકારણમાં કોઈ ન હોઈ શકે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More