Local Heading
ટીટોળીએ મારા બંગલાના બીજા માળે ઈંડા મુક્યા છે એટલે વરસાદ સારો થશે...!! 2

ટીટોળીએ મારા બંગલાના બીજા માળે ઈંડા મુક્યા છે એટલે વરસાદ સારો થશે…!!

વડોદરા – ભૂતકાળમાં લોકો ટીટોળાની ઈંડા મુકવાની દિશાને અનુસાર વરસાદનો વરતારો મેળવતા હતા. કહેવાય છે કે, ઉત્તર ભરે તળાવડાં, દક્ષિણ કોરા જાય, પશ્ચિમ પલાળે પાઘડી, પૂર્વે તોડે પાળ..!! સામાન્ય રીતે ટીટોળી ચોમાસા પહેલા ઈંડા આપતી હોય છે. સફેદ રંગ ઉપર કાળી છાંટ વાળા ટીટોળીના ઈંડા જોવા ખૂબ જ દુર્લભ હોય છે. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે, વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા ઝવેર નગર પાસેના યમુના નગરમાં રહેતા બિઝનેસમેન નિપમભાઈ પંડ્યાના નવા બની રહેલા બંગલાના બીજા માળની અગાસી પર હાલ ટીટોળીએ ઈંડા મુક્યાં છે.

નીપમભાઈ કહે છે કે, ત્રણેક દિવસ પહેલા તેઓ પોતાના નવા બની રહેલા બંગલાની કન્સ્ટ્રક્શન કામગીરી જોવા ગયા હતા. તે વખતે બંગલાના બીજા માળની અગાસી ઉપર પડેલા કપચીના ઢગલામાં તેમને ટીટોળીના ચાર ઈંડા જોવા મળ્યા હતા. ટીટોળી પર ઈંડાની નજીક જ બેઠી હતી.

લોક વાયકા છે કે, ટીટોળી પોતાના ઈંડા જેટલી ઉંચાઈ ઉપર મુકે તેટલો વરસાદ સારો આવે. આ વખતે ટીટોળીએ શહેરી વિસ્તારમાં બંગલાના બીજા માળે ઈંડા મુક્યા છે તે નવાઈ વાત છે. જો, પુરાણી વાતોને માનીએ તો આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં વરસાદ સારો વરસશે.

Related posts

फ्रेंच किस पड़ा पत्नी पर भारी, जीभ काटकर फरार हुआ पति

Shravani Pattnaik

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More