Local Heading

વિશ્વામિત્રીના કોતરમાં છુપાયેલા શરાબના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

વડોદરા – શહેરની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીના કોતર પાસે આવેલા એક કાચા મકાનમાં વિદેશી શરાબનો ધંધો કરનારા બુટલેગરને પોલીસની પીસીબી શાખાએ આબાદ ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી દારુ-બિયરની બોટલો, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રુપિયા 49,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પીસીબીના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા પ્રકાશ નગરના સાંઈનાથ ચોક પાસે રહેતો શંભુ ભીખાભાઈ વિશ્વામિત્રીના કોતરમાં આવેલા એક કાચા મકાનમાં દારુનો જથ્થો રાખે છે અને તેનો ધંધો કરે છે તેવી બાતમી પોલીસને મળી હતી.

જેને આધારે પોલીસે સ્થળ ઉપર દરોડો પાડીને બિયરની બોટલો, વિદેશી શરાબની બોટલો તથા પાઉચ કબજે કર્યા હતા. પોલીસે બુટલેગર શંભુ સામે ગુનો દાખલ કરીને તેની પાસેથી દારુ-બિયરના જથ્થા સાથે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત રુપિયા 49,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

पाक की नापाक हरकत, भेज रहा है भारत में नशा

Rahul Kumar

दहेजलोभी IPS का भांडाफोड़

Rahul Kumar

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More