Local Heading

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

વડોદરા – ખુરશી પર બેસીને આપણે ક્યારેય નહીં વિચાર્યું હોય કે, એક ખુરશીની ખેંચતાણમાં ભયંકર યુધ્ધ છેડાઈ શકે છે. લોકસભાની ચુંટણી દરમિયાન ખુરશી માટે નેતાઓએ દેશને સમરાંગણમાં ફેરવી દીધુ હતુ. વડાપ્રધાન પદની ખુરશી માટે દેશના લગભગ તમામ નેતાઓ શામ, દામ, દંડ અને ભેદની માયાજાળ રચી રહ્યા હતા.

પરંતુ, આપણે સમજવુ પડશે કે, અહીં વાત ખાલી ખુરશીની નહીં પણ તેની અમર્યાદિત તાકાતની હતી. નેતાઓએ પણ જાણી લેવુ પડશે કે, દેશની સર્વોચ્ચ ખુરશી પર બિરાજમાન થવાના અભરખા રાખતા હોવ તો સમજી જજો કે, આ ખુરશી પર બેસવુ એ કાંઈ ખાવાના ખેલ નથી. ચુંટણી જીતીને તમે તેની ઉપર બેસી તો શકો છો પણ પાછળ સવાસો કરોડ દેશવાસીઓની જવાબદારી પણ તમારા ખોળામાં આવી પડશે અને જો, તમે દેશવાસીઓની આશા-અપેક્ષા પુરી કરવામાં ઉણા ઉતરશો તો, સામાન્ય વ્યક્તિ પણ તમને આવી સર્વોચ્ચ ખુરશી પરથી નીચે ઉતારી દેશે.

આવતીકાલે લોકસભાની ચુંટણીની મતગણતરી છે. લગભગ કાલે સાંજ સુધીમાં નક્કી થઈ જશે કે, વડાપ્રધાનની ખુરશી પર કોણ બિરાજશે ? પણ જેવા કોઈ નેતા આ ખુરશી પર બેઠા કે તરત જ તેમની સમક્ષ અનેક પડકારો હાજર હશે. હવે જોઈએ કે, કોણ આ ખુરશી પર બેસીને દેશનું સંચાલન કરશે ? કોણ આ ખુરશીની અમર્યાદિત તાકાતનો સકારાત્મક ઉપયોગ કરીને દેશના વિકાસને નવી દિશા પ્રદાન કરશે ? કોણ દેશના ગરીબોનો બેલી બનીને તેઓને પારવાર મુશ્કેલીમાંથી બહાર કાઢશે ? કોણ જગતના તાતને વ્હારે આવીને હરિયાળુ ભારત બનાવશે ? કોણ બેરોજગાર યુવકોને રોજગાર આપીને તેમને સ્વનિર્ભર બનાવવાનું ભગીરથ કાર્ય કરશે ?

હવે, વાત કરીએ ખુરશીની તો તેને જોવાનો જુદાજુદા લોકોનો દ્રષ્ટીકોણ અલગ હોય છે. કોઈ નેતા ખુરશી તરફ જુએ તો સ્વાભાવિક રીતે સામાન્ય દેખાતી ખુરશીમાં તેમને સત્તા અને શક્તિ દેખાશે. કોઈ વેપારીને તેમાં ફાયદો દેખાશે. કોઈ મધ્યમવર્ગીય વ્યક્તિને તેમાં બજેટ દેખાશે. તનતોડ મજૂર કરનારા શ્રમજીવીને તેમાં આરામ દેખાશે પણ કોઈ કલાકારની નજરે જોઈએ તો તેને તેમાં આર્ટ દેખાશે.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સર્જન આર્ટ ગેલેરીમાં હાલમાં કેટલાક સર્જનકારોએ બનાવેલી ખુરશીનું એક્ઝિબીશન યોજાઈ રહ્યુ છે. આ ગેલેરીમાં કલાકારોએ બનાવેલી કુલ 22 ખુરશી મુકાઈ છે. અહીં ડિસ્પલેમાં મુકેલી હર કુર્સી કુછ કહતી હૈ…તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ એક્ઝિબીશનનું નામ પણ કુર્સી જ છે. સંજોગ કહો કે, પછી ઈરાદો પણ ચુંટણીની મતગણતરી પહેલા જ વડોદરામાં ખુરશીનું પ્રદર્શન યોજીને કલાકારોએ ખુરશી માટે લડતા-ઝઘડતા નેતાઓને ખુરશીના પડકારોથી અવગત કરવાનો હળવો પ્રયાસ પણ કર્યો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ પ્રદર્શનમાં લાકડા, લોખંડ, ફાઈબર, પ્લાસ્ટિક અને પથ્થરથી બનેલી અવનવી ખુરશીઓ મુકાઈ છે. પરંતુ, ખૂણામાં મુકાયેલી એક અનોખી ખુરશી લોકોનું ખાસ ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ ખુરશી એટલા માટે પણ ખાસ દેખાય છે કારણ કે, તેની ઉપર કાંટા છે. તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે..તેવી જ રીતે અહીં કાંટાની ખુરશી છે.

કાંટાની ખુરશી બનાવીને કલાકાર નેતાઓને સાવધાન કરી રહ્યા છે. કલાકારનો મેસેજ ક્લીયર છે કે, ખુરશી પર બેસવું સારુ લાગે છે પણ કાંટા જેવી અણીદાર જવાબદારીઓ સાથે જ છે એટલે ખુરશી પર સાવધાન થઈને બિરાજજો નહીં તો કાંટા ઘોંચાઈ જશે.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

चमकी बुखार से बिहार त्रस्त, चिराग पासवान गोवा में मस्त!

Rohit Jha

वायरल वीडियो में इन दो बच्चों ने जो किया उसे देखकर चौंक जाएंगे आप !

Rohit Jha

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More