Local Heading

ગુજરાતમાં ઠેરઠેર વાવાઝોડા સાથે વરસાદ, કેટલાક જિલ્લાઓમાં કરા પડ્યાં

પાટણ – રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ભર ઉનાળે વાદળછાયુ વાતાવરણ જોવા મળતાં લોકો મુંઝવણમાં મુકાયા હતા. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ અને કેટલાક ગામોમાં તો, રિતસરના બરફના કરાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જોકે, વાવાઝોડા સાથેના વરસાદને લીધે ઉનાળુ પાકને નુકસાન થવાનો ભય ઉભો થયો હતો. ખાસ કરીને કેરીના પાકને પણ નુકસાન થયુ હતુ. કમોસમી વરસાદને લીધે કેટલાક જિલ્લાઓમાં જનજીવનમાં પણ વિપરીત અસર પડી હતી. અચાનક પડેલા વરસાદને લીધે ધાર્મિક તથા માંગલિક પ્રસંગોમાં વિક્ષેપ પડ્યો હતો. ઉપરાંત, ચુંટણી પ્રચાર પણ શાંત રહ્યો હતો. જોકે, ધોમધખતા તાપમાંથી લોકોને ઠંડક પણ મળી હતી.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More