Local Heading

મહિલા પીએસઆઈની વિવાદીત પોસ્ટ – સાલુ ઈ સમજાતુ નથી કે, પોલીસ ડિપાર્ટમેન્ટે લાકડી કેમ આપી છે ?

વડોદરા – જૂનાગઢમાં પોલીસ જવાનો દ્વારા પત્રકારો ઉપર કરાયેલા હુમલાનું સોશિયલ મિડીયામાં સમર્થન કરનારા વડોદરાના લોકરક્ષક દળના જવાનની બદલી હેડ ક્વાર્ટરમાં કરી દેવાઈ છે. ઉચ્ચ અધિકારીઓના આ પગલાની પણ પરવા કર્યા વિના એક મહિલા પીએસઆઈએ સોશિયલ મિડીયામાં વધુ એક વિવાદીત પોસ્ટ કરતા ખળભળાટ મચી ગયો છે.

મહિલા પીએસઆઈ સોશિયલ મિડીયામાં લખે છે કે, સાલુ એ સમજાતુ નથી કે, પોલીસ ડિપાર્ટમેન્ટ લાકડી ઈશ્યૂ શા માટે કરે છે ? ઢોર ચરાવવા…મહિલા પીએસઆઈની આ પોસ્ટ ખૂબ વાઈરલ થઈ રહી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તથા પત્રકારોમાં પણ તેમની આ પોસ્ટની ભારે ચર્ચા છે.

ચોંકાવનારી વાત એ છે કે, મહિલા પીએસઆઈને પોતાની આ પોસ્ટથી કોઈ અફસોસ થતો હોય તેવુ લાગતુ નથી કારણ કે, તેઓ પોતાની પોસ્ટ અંગે વળતો સવાલ કરી રહ્યા છે કે, કેમ હું મારી રીતે પોસ્ટ ના કરી શકું ?

હાલની સ્થિતીને જોતાં પોલીસ કર્મચારીઓ અને પત્રકારો વચ્ચેનો ખટરાગ વધી રહ્યો હોય તેમ લાગે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીનો પોલીસનો મતલબ પત્રકારો પર હુમલા હોય તેમ જણાય છે. ગુનેગારોને ધાકમાં રાખવા માટે આપવામાં આવેલા દંડાનો ઉપયોગ પોલીસ પત્રકારો પર હુમલા માટે કરવા માગતી હોય તેવી માનસિકતા જોવા મળી રહી છે.

વડોદરાના લોકરક્ષક દળના જવાન અને મહિલા પીએસઆઈની સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલી પોસ્ટ ઘણી સૂચક છે. આનાથી પોલીસ કર્મચારીઓની પત્રકારો પ્રત્યેની માનસિકતા છતી થાય છે. વિવાદીત પોસ્ટ કરીને પત્રકારોને ભાંડવા કરતા દારુ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવવાની કામગીરી કરવામાં પોલીસે ધ્યાન આપવુ જોઈએ. રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસ કર્મચારીઓ હવે, સોશિયલ મિડીયામાં ધાકધમકીનો દોર ચલાવી રહ્યા છે કોઈપણ ભોગે ચલાવી લેવાય તેવી બાબત નથી.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More