Local Heading

વતનમાં જવા બાબતે ઝઘડો થતાં પતિ-પત્નીએ ચોથા માળેથી લગાવી મોતની છલાંગ

સુરત – વતનમાં જવા બાબતે ઝઘડો થતાં પરપ્રાંતિય દંપત્તિએ ચોથા માળેથી પડતુ મુકીને આપઘાત કરી લેતાં હાહાકાર મચી ગયો હતો. લગ્નના થોડા જ વર્ષમાં પતિ અને પત્નીના મોતના બનાવને લીધે તેમનું માસુમ બાળક અનાથ થઈ ગયુ હતુ. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ શરુ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, સુરતના પુણા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય દંપત્તિ વચ્ચે રોજ નાની-નાની બાબતે ખટરાગ થતો હતો. માત્ર દોઢેક વર્ષનું સંતાન હોવા છતાંય તેના ભવિષ્યનો વિચાર કર્યા વિના જ દંપત્તિ એક બીજા સાથે જબરદસ્ત ઝઘડો કરતા હતા. કહેવાય છે કે, ગઈકાલે વતનમાં જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

જે દરમિયાન પત્નીને માઠુ લાગી જતા તેણે બહુમાળી ઈમારતના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. જોકે, આ બનાવ બનતાની સાથે જ પતિ પણ ચોથા માળેથી જ નીચે કુદી ગયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલા પતિ – પત્નીનું મોત નીપજ્યું હતુ. જોકે, તેઓના આ અંતિમ પગલાથી તેમનું દોઢ વર્ષનું બાળક અનાથ થઈ ગયુ હતુ.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

पाक की नापाक हरकत, भेज रहा है भारत में नशा

Rahul Kumar

दहेजलोभी IPS का भांडाफोड़

Rahul Kumar

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

चार महिने के बाद पुलिस के हत्थे चढ़ा बवाल का आरोपी

Saleem Malik

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More