Local Heading

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

વડોદરા – કલ્પના કરો કે, તમે રાત્રે ઘરમાં મીઠી નિંદર માણી રહ્યા છો. અચાનક કોઈ તમારા ઘરમાં ઘુસી જાય અને ચુપકિદીથી રસોડામાં લપાઈને બેસી જાય તો…? સ્વાભાવિક છે કે, તમે ચોંકી ઉઠશો અને આવા બિન બુલાયે મહેમાનને બહાર કાઢશો અથવા પોલીસ બોલાવીને પકડાવી દેશો..પણ જ્યારે ઘરમાં ઘુસી આવનારો મહેમાન કોઈ ચોર કે, લૂંટારુ નહીં પરંતુ, જીવતો જાગતો મગર હોય તો…? આ સવાલ સાંભળીને કહેશો કે, સવાર સવારમાં શુ ગપ્પુ મારો છો..આવુ તે કાંઈ થતુ હશે. પાણીમાં રહેતો મગર કોઈ દિવસ કોઈના ઘરમાં ઘુસી જાય ? તમારો આ સવાલ સ્વાભાવિક છે પણ વાસ્તવિકતા એ છે કે, આજે સવારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે આવી ઘટના સાચુકલી બની છે.

વાત એવી છે કે, રવાલ ગામના દૂધની ડેરી વાળા ફળિયામાં રહેતા રાધાબેન રામજીભાઈ ગોહિલ તથા તેમના પરિવારજનો ગઈકાલે રાત્રે ઘરના આગળના રુમમાં સૂઈ ગયા હતા. ગરમીને લીધે તેમણે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે ઘરની બહાર કૂતરાઓનો ભસવાનો અવાજ આવ્યો એટલે રાધાબેનની દિકરીની આંખ ખુલી ગઈ. તેણે બહાર જઈને જોયુ તો બધુ સામાન્ય હતુ.

ત્યારપછી તે પછી તે પાણી પીવા માટે રસોડામાં ગઈ. તે સમયે ખૂણામાં કોઈ સળવળાટ થયો. દિકરી ગભરાઈ ગઈ અને તેણે લાઈટ ચાલુ કરીને જોયુ તો, રસોડાના ખૂણામાં એક મગર લપાઈને બેઠો હતો. ઘરમાં મગર જોઈને સ્વાભાવિક છે કે, દિકરીના હાંજા ગગડી ગયા. તેનાથી જોરથી ચીસ પડાઈ ગઈ. દિકરીની ચીસ સાંભળીને રાધાબેન તથા પરિવારના તમામ સદસ્યો સફાળા જાગી ગયા અને રસોડા તરફ દોડ્યાં. રસોડામાં આવી પડેલા મગરને જોઈને તેઓ પણ ગભરાયા અને એકપણ સેકન્ડ બગાડ્યા વિના જીવ બચાવીને ઘરની બહાર દોડી ગયા.

બહાર નીકળીને તેમણે મદદ માટે પોકાર લગાવ્યો. ગ્રામજનોએ અત્યાર સુધી ચોર…ચોર…ની બૂમો સાંભળી હતી પણ આજે મગર…મગર…ની બૂમો પડતી હતી. જે સાંભળીને રવાલ ગામના લોકો ઉઠી ગયા અને દોડીને રાધાબેનના ઘર પાસે પહોંચી ગયા. લોકોએ પુછ્યુ કે, ક્યાં છે મગર ? રાધાબેને આંગળીથી ઘરના દરવાજા તરફ ઈશારો કર્યો. આખરે, ગ્રામજનોએ ઘરની અંદર ડોકિયુ કર્યું તો, રસોડામાં એક મગર મોઢુ ફાડીને બેઠો હતો. મગરને જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યાં. હવે, મુંઝવણ એ હતી કે, આ મગરને બહાર કાઢવો કેવી રીતે ?

ગ્રામજનોને ખબર હતી કે, કોઈ વ્યક્તિ બિમાર પડે તો 108 એમ્બ્યુલન્સને બોલાવવી પડે, કોઈ ઝઘડો થાય તે સમયે પોલીસને બોલાવવી પડે. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવી પડે પણ કોઈના ઘરમાં મગર ઘુસી જાય તો કોને બોલાવવા તેનો કોઈ આઇડિયા તેમની પાસે ન હતો.

બસ, આ જ સમયે કપીલ કદમ નામનો એક પશુપાલક ડેરીમાં દૂધ ખાલી કરવા આવી પહોંચ્યો. કપીલ જીવદયા પ્રેમી હતો અને રહેણાંક વિસ્તારમાં ઘુસી આવતા વન્યજીવોને રેસ્ક્યુ કરતી સંસ્થા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટનો ટ્ર્સ્ટી પણ હતો. એટલે તેણે પરિસ્થીતીનો તાગ મેળવીને રાધાબેનના મકાનની પાસેથી લોકોને દૂર કર્યા અને વડોદરામાં રહેતા અરવિંદ પવારને ફોન કરીને મગરને રેસ્ક્યુ કરવાનો કોલ આપ્યો.

એકાદ કલાકમાં જ અરવિંદ પવાર વન વિભાગના અધિકારી એમ એમ ગોહિલને સાથે લઈને રવાલ ગામ પહોંચી ગયા. ત્યારપછી ગણતરીના સમયમાં જ તેમણે મગરને રાધાબેનના રસોડામાંથી મગરને રેસ્ક્યુ કરી લીધો. આ મગર સાડા ચાર ફુટ લાંબો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવાર કહે છે કે, ઉનાળામાં રવાલ ગામના તળાવમાં પાણી ઘટી ગયુ છે એટલે કદાચ પાણીની તલાશમાં મગર બહાર આવી ગયો હશે. આ વર્ષે ઉનાળામાં રહેણાંક વિસ્તારોમાં મગર ઘુસી જવાના બનાવો વધારે બની રહ્યા છે. આજે રાધાબેનના ઘરેથી રેસ્ક્યુ કરાયેલા મગરને તેના પ્રાકૃતિક આવાસમાં છોડી દેવામાં આવશે.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

वायरल वीडियो में इन दो बच्चों ने जो किया उसे देखकर चौंक जाएंगे आप !

Rohit Jha

जन्म लेते ही उठ बैठा अद्भुत बच्चा, 1 घंटे में हुई मौत

Pragati Raj

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More