Local Heading

ફીશ માર્કેટમાં માછલીની જગ્યાએ મગર નીકળતા ઉત્તેજના !!

વડોદરા – શહેરના દાંડિયા બજારમાં આવેલા મચ્છીના હોલસેલ માર્કેટમાં ખાલી કરાયેલી એક ક્રેટમાંથી મગરનું બચ્ચુ નીકળતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે જીવદયા સંસ્થાને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. જેથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ મગરના બચ્ચાંને રેસ્ક્યુ કર્યો હતો.

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યુ હતુ કે, શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા મચ્છીના હોલસેલ માર્કેટમાંથી કોલ આવ્યો હતો કે, એક વેપારીના માછલી ભરેલા ક્રેટમાં મગરનું બચ્ચુ આવી ગયુ છે. આ કોલ મળતાની સાથે જ અરવિંદભાઈએ પોતાના કાર્યકરો મોકલ્યા હતા. જેઓએ ગણતરીની મિનીટોમાં જ મગરના બચ્ચાંને રેસ્ક્યુ કરી લીધો હતો.

તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે, આજવા રોડ પરના તળાવમાંથી મચ્છી પકડતી વખતે જાળમાં માછલીઓ સાથે મગરનું બચ્ચુ પણ આવી ગયુ હતુ. જેથી તેને પ્રાકૃતિક આવાસમાં છોડવાની કામગીરી કરવામાં આવશે.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

वायरल वीडियो में इन दो बच्चों ने जो किया उसे देखकर चौंक जाएंगे आप !

Rohit Jha

जन्म लेते ही उठ बैठा अद्भुत बच्चा, 1 घंटे में हुई मौत

Pragati Raj

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More