Local Heading

કવાંટ – ઈષ્ટદેવને પ્રસન્ન કરવા જીવનું જોખમ ખેડવાની પરંપરા

છોટાઉદેપુર – ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લા છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રુમડિયા ગામે હોળીના તહેવાર પછી એક અનોખી પરંપરા ઉજવાય છે. અહીંના લોકો આદિવાસી પરંપરા મુજબ, પોતાના ઈષ્ટદેવની માનતા રાખે છે અને જો વ્યક્તિ પર ઈષ્ટદેવની કૃપા વરસે અને તેનું ધારેલુ કામ થઈ જાય તો તે જીવના જોખમે ઈષ્ટદેવની માનતા પૂર્ણ કરે છે.

માનતા પૂરી કરવા માટે રિતસરના હજારો લોકો એકત્રિત થાય છે અને મેળા જેવુ વાતાવરણ સર્જાય છે. ત્યારપછી 15 ફુટ ઉંચુ વૃક્ષનું મજબૂત થડ એક મેદાનની વચ્ચોવચ રોપાય છે અને તેનું ઉપર 15 ફુટનું આડુ લાકડુ પણ લગાવાય છે. ત્યારપછી ઉપરના લાકડાનાં એક છેડે માનતા માનનરો વ્યક્તિ લટકી જાય છે અને બીજા છેડે તેને ઉંચાઈ પર ટકાવી રાખવા માટે તેના વજન કરતાં વધારે વજનના બે-ત્રણ વ્યક્તિઓ લટકી જાય છે.

ત્યારપછી ઢોલ અને પાવાના સંગીતના સાદે લોકો આ લાકડાને ગોળગોળ ફેરવે છે અને તેની સાથે છેડે લટકેલો માણસ પણ ગોળગોળ ફરવા લાગે છે. આ માનતા એટલી જોખમી હોય છે કે, તેમાં લાકડે લટકતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થઈ શકે છે પરંતુ, અહીં માત્ર શ્રધ્ધાના બળે જ લોકો જીવનું જોખમ ખેડવા પણ ખચકાતા નથી.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More