Local Heading

હવે, ભારત કમજોર નથી તેવુ સાબિત થયુ છે – દેવેન્દ્ર ફડનવીસ

વડોદરા – સર્જિકલ સ્ટ્રાઈકથી સાબિત થયુ છે કે, ભારત પર હુમલો થાય તો તે દુશ્મન દેશમાં ઘુસીને મારી શકે છે. નરેન્દ્ર મોદીએ નવા ભારતને જન્મ આપ્યો છે અને દેશના ચરિત્રને બદલી નાંખ્યુ છે. હવે ભારત દેશ કમજોર નથી તેવુ સાબિત થયુ છે તેમ, ચુંટણી પ્રચાર માટે વડોદરા આવેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, આ વખતની લોકસભા ચુંટણી કોઈ પક્ષને જીતાડીને કોઈ વ્યક્તિને પીએમ બનાવવા પૂરતી મર્યાદિત નથી પરંતુ, દેશ વિરોધી અને દેશ ભક્ત લોકો વચ્ચે છે. કેટલાક લોકો સૈન્યના શૌર્યનો પુરાવો માંગે છે. કોંગ્રેસ સેનામાંથી સૈનીકો ઓછા કરવા તથા તેમના અધિકારોને ઘટાડવા માગે છે. વિશ્વના તમામ દેશોમાં દેશદ્રોહને સૌથી મોટો અપરાધ માનવામાં આવે છે પરંતુ, કોંગ્રેસ દેશદ્રોહના કાયદાને જ નાબુદ કરવા માગે છે.

દેશના પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છતા અભિયાન થકી માત્ર દેશનો કચરો જ કાઢ્યો નથી પરંતુ, સંસ્કારો, સંસ્કૃતિ પર જે મેલ જામ્યો હતો તેને પણ દૂર કર્યો છે. જ્યાં સુધી દેશના છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી દેશમાં પરિવર્તન લાવવુ અશક્ય છે.

Related posts

બિલ્કીસ બાનુને રુપિયા 50 લાખની સહાય ચુકવવાનો સુપ્રિમનો આદેશ

Alkesh Vyas

નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસની ફરિયાદ, ચુંટણી પંચે મોદીને આપી ક્લીનચીટ

Alkesh Vyas

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં અભૂતપુર્વ સરેરાશ 64 ટકા મતદાન

Alkesh Vyas

લોકશાહીના મહાયજ્ઞમાં સંતોની મતદાન દ્વારા આહુતિ

Alkesh Vyas

ઈરફાન પઠાણ વોટ આપવા માટે વિમાન મારફતે ખાસ વડોદરા આવ્યો

Alkesh Vyas

મતદાન કરવા માટે 22 વર્ષનો બિમાર યુવક એમ્બ્યુલન્સમાં આવ્યો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More