Local Heading

વડોદરાની બેંકોના ભરણામાંથી રુપિયા 13.34 લાખની નકલી ચલણી નોટો મળી આવતા ફરિયાદ

વડોદરા – દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે બજારમાં જાલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યુ છે. આ ષડયંત્રના ભાગરુપે વડોદરાની જુદીજુદી બેંકોના ભરણામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ 13.34 લાખની બનાવટી ચલણી નોટો આવી હતી. જેની તપાસ માટે શહેર પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરાની વિવિધ બેંકના ભરણામાં આવેલી જાલી નોટો અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં જણાવાયુ હતુ કે, વર્ષ 2016ના જૂન મહિનાથી અત્યાર સુધી બેંકોના ભરણામાં રુપિયા 500 અને એક હજારની જૂની નોટો ઉપરાંત, રુપિયા 200, રુપિયા 500 અને બે હજારની નકલી નોટો પણ આવી છે. જેની કુલ કિંમત રુપિયા 13.34 લાખની છે.

શહેર પોલીસના ક્રાઈમ બ્રાંચે બેંકોમાંથી નકલી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરીને તેને બેંકના ભરણામાં જમા કરાવનારા અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરીને તેની તપાસ શરુ કરી છે.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

पाक की नापाक हरकत, भेज रहा है भारत में नशा

Rahul Kumar

दहेजलोभी IPS का भांडाफोड़

Rahul Kumar

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More