Local Heading

વડોદરા – ડુપ્લીકેટ માર્કશીટનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું

વડોદરા – શહેરના રેલવે સ્ટેશનની પાછળના જેતલપુર રોડ પર આવેલા લલિતા ટાવરમાં પોલીસે દરોડો પાડીને ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યુ હતુ. પોલીસના દરોડામાં માર્કશીટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પ્રિન્સ પાઠકની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપી પ્રિન્સ પાઠક બોર્ડની પરિક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક ઈન્ટરનેટ પરથી કરતો હતો. ત્યારપછી વિદ્યાર્થીઓને સંપર્ક સાધીને તેમને જરુરી દસ્તાવેજો બનાવી આપતો હતો.

પોલીસે આરોપી પાસેથી ઉત્તરાખંડની ઓપન સ્કૂલ દહેરાદૂન, ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઝારખંડ અને રાજસ્થાન યુનિવર્સિટી સહિતની અનેક શૈક્ષણિક સંસ્થાઓની બોગસ માર્કશીટો મળી આવી હતી.

ઉપરાંત, પોલીસને આરોપી પાસેથી જુદીજુદી બેંકોની ચેકબુકો, સ્ટેમ્પ પેપર્સ સહિતના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આરોપી ખોટી માર્કશીટો બનાવી આપવા માટે રુપિયા બે હજારથી પાંચ હજાર વસુલતો હોવાનુ જાણવા મળ્યુ છે.

પ્રિન્સે બોગસ દસ્તાવેજો બનાવવાની પધ્ધતિ અમદાવાદના ચીટરો પાસેથી શીખી હોવાની કબુલાત કરી છે. તેણે છેલ્લા છ મહિનામાં 100 થી વધુ બોગસ માર્કશીટો વેચી હોવાની કબુલાત પણ તેણે કરી છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

बसपा के पूर्व मंत्री से मांगी गयी 22 करोड़ की रंगदारी, बच्चे के अपहरण की दी धमकी

Sunil Kumar

નવસારી – પોલીસ લાઈનમાં ઘુસેલા દિપડાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

23મીએ યોજાનારી મત ગણતરી માટે સરકારી કર્મચારીઓની કાર્ય શિબીર યોજાઈ

Alkesh Vyas

पैसे नहीं दोगे तो तुम्हें परलोक भी नहीं जाने देंगे!

Sunil Kumar

વેકેશનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસમાં પાયો મજબૂત કરવા શિક્ષકોનું સમયદાન

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More