Local Heading

આઠ વર્ષની કુમળી બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારી હત્યા

વડોદરા – વાઘોડિયા તાલુકાના મગનપુરા ગામની સીમમાં રહેતા શ્રમજીવી પરિવારની આઠ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરીને નરાધમે તેની ઉપર પાશવી બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દેતાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવ અંગે બાળકી માતાની ફરિયાદને આધારે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે આવેલા મુની સેવા આશ્રમથી માત્ર બે કિલોમીટર દૂર મગનપુરામાં એક ઈમારતનું બાંધકામ ચાલી રહ્યુ છે. આ ઈમારતના બાંધકામ માટે કેટલાક મજૂરોની ત્યાં વસાહત પર બનાવવામાં આવી છે. ગઈકાલે મધ્યપ્રદેશનાં એક શ્રમજીવી પરિવારની આઠ વર્ષની માસુમ બાળકી ભેદી સંજોગોમાં ગૂમ થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ તેની માતા અને અન્ય શ્રમજીવીઓએ બાળકીની શોધખોળ શરુ કરી હતી.

જે દરમિયાન વસાહતના બાજુના એક ખેતરમાંથી તેની લાશ મળી આવી હતી. આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનીક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેઓએ બાળકીની લાશને પોસ્ટમાર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોસ્ટ માર્ટમ બાદ જાણવા મળ્યુ હતુ કે, બાળકી ઉપર બળાત્કાર ગુજારીને ગળુ દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી છે.

આ બાબતની જાણ થતાં પોલીસે બાળકીની માતાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી હતી. જે દરમિયાન સંજય બારિયા નામનો એક શ્રમજીવી શંકાના દાયરામાં આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ કરતાં તેણે ગુનાની કબુલાત કરી હતી. આખરે, પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More