Local Heading

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

વડોદરા – 17મી જુલાઈથી ગુજરાતની વીજ કંપની ગ્રાહકોને માત્ર દસ હજાર રુપિયામાં દોઢ ટનનું એ.સી આપશે તેવો ખોટો મેસેજ સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં હજારો લોકોએ વીજ કંપનીની ઓફિસોમાં એ.સીના બુકિંગ માટે ફોન કર્યા હતા. જેને લીધે અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

ચોંકાવનારી વાત એ હતી કે, વીજ કંપનીની લગભગ દરેક ઓફિસે લોકો એ.સીના બુકિંગ માટે પહોંચી ગયા હતા. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા મેસેજમાં ઉલ્લેખ પણ કરાયો હતો કે, દસ હજારમાં મળનારા એ.સીની રકમ વીજ કંપની ઈલેક્ટ્રિક બીલમાં વાળશે એટલે હાલમાં કોઈ રુપિયા ખર્ચવાના નથી. આવી આકર્ષક ઓફર વિષે જાણીને લોકો મેસેજને વેરિફાય કર્યા વિના જ વીજ કંપનીની ઓફિસે બુકિંગ માટે પહોંચી ગયા હતા.

જ્યારે અધિકારીઓએ મેસેજ ખોટો છે તેવુ જણાવ્યુ ત્યારે ગ્રાહકોએ બોલાચાલી પણ કરી હતી અને શંકા દાખવી હતી કે, એક જ દિવસમાં બુકિંગ ફુલ થઈ જવાથી વીજ કંપનીએ ઓફર બંધ કરી દીધી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More