Local Heading

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

વલસાડ – શહેર નજીકના ગુંદલાવમાં આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં મોડીરાત્રે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગને લીધે કંપનીમાં પડેલા કેમિકલ ભરેલા બેરલ ધડાકાભેંર ફાટવા લાગ્યા હતા. બેરલ ફાટવાને લીધે થતાં ધડાકાને લીધે આસપાસના ગામોમાં ભયનો માહોલ ખડો થયો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ સહિતના આસપાસના જિલ્લાઓના ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

જોકે, કેમિકલ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેને બુઝાવવા માટે દસથી વધુ ફાયર ફાઈટરો કામે લાગવા છતાંય કાબુ મેળવી શકાયો ન હતો. મોડીરાત સુધી ફાયર બ્રિગેડના જવાનો આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયેલા રહ્યા હતા. કેમિકલ કંપનીમાં લાગેલી આગનું કારણ જાણવા મળ્યુ નથી. અલબત્ત, આગ બુઝાયા પછી ફાયર બ્રિગેડના અધિકારીઓ કારણ જાણવાની કોશિષ કરશે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More