Local Heading

ન્યુઝિલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં પાંચ ગુજરાતીઓના મોત

વડોદરા – ન્યુઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની મસ્જીદમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના પાંચ જણાના મોત નીપજ્યા છે. જેમાં વડોદરાના પિતા-પુત્ર, અમદાવાદના વેપારી, નવસારીના યુવક અને ભરુચના વયોવૃધ્ધનો સમાવેશ થાય છે. પાંચે મૃતકોની લાશો મેળવવા માટે તમામના પરિવારજનોને ઝડપી વિઝા મળે તે માટે રાજ્ય સરકાર સક્રિય થઈ છે.

ન્યુઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં જે સમયે આતંકી હુમલો થયો તે વખતે વડોદરાના આજવા રોડ પર રહેતા આરટીઓ એજન્ટ અને તેમનો જુવાનજોધ પુત્ર ત્યાં મૌજુદ હતા. આતંકી હુમલા બાદ બંનેનો કોઈ સંપર્ક સધાયો ન હતો. આખરે, ન્યુઝિલેન્ડ સરકારે બંનેને મૃત ઘોષિત કર્યા હતા. તેવી જ રીતે ભરુચ જિલ્લાના લુવારાના મૂળ વતનીનું પણ મોત નીપજ્યુ હતુ.

ઉપરાંત, અમદાવાદના જુહાપુરામાં રહેતા અને હાલમાં ન્યુઝિલેન્ડમાં સ્થાયી થયેલા મહેબુબ ખોખરનું પણ મોત નીપજ્યું હતુ. સાથોસાથ નવસારીના અડદા ગામના જુનેદ કારાને પણ ગોળી વાગતા તેનું પણ મોત થયુ હતુ. આમ, આતંકી ઘટનામાં પાંચ ગુજરાતીઓના મોત નીપજતાં રાજ્ય સરકાર ચોંકી ઉઠી હતી.

આ બનાવની જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ વરિષ્ઠ સચિવોને સૂચના આપી હતી કે, આતંકી હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓના પરિવારને તાત્કાલિક વિઝા મળે તેવી વ્યવસ્થા કરવામાં મદદરુપ થાવ. બીજી તરફ ન્યુઝિલેન્ડના આતંકી હુમલાના વિરોધમાં રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં વડોદરાના મુસ્લીમ સમાજના લોકોએ મૌન રેલી યોજીને આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો.

Related posts

આઠ વર્ષની કુમળી બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારી હત્યા

Alkesh Vyas

ટીટોળીએ મારા બંગલાના બીજા માળે ઈંડા મુક્યા છે એટલે વરસાદ સારો થશે…!!

Alkesh Vyas

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

बसपा के पूर्व मंत्री से मांगी गयी 22 करोड़ की रंगदारी, बच्चे के अपहरण की दी धमकी

Sunil Kumar

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More