Local Heading

વડોદરાથી ફુડ પેકેટો સૌરાષ્ટ્ર મોકલાયાં

વડોદરા – વાવાઝોડા વાયુના ખતરાને જોતાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ફુડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પાણીની બોટલો, બિસ્કીટના પેકેટ અને ફુડ પેકેટ સહિતનો સામાન આજે બપોરે ટ્રક અને જીપ દ્વારા રવાના કરવામાં આવ્યો હતો.

ફુડ પેકેટની સાથે વડોદરાના કલેક્ટર કચેરીના અધિકારીઓ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ જવા રવાના થયા હતા. આ ટ્રકો અને જીપોમાં ફુડ પેકેટો લઈ જઈને સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં આવશે અને વાવાઝોડા વાયુના દુષ્પ્રભાવથી માઠી અસર પામેલા વિસ્તારના લોકોને તેનુ વિતરણ કરવામાં આવશે.

વાવાઝોડુ વાયુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પ્રભાવિત કરશે આવા સંજોગોમાં દરિયાથી સેંકડો કિલોમીટર દૂર આવેલા વડોદરાને તેનો કોઈ મોટો ખતરો નથી. જેથી વડોદરાના સરકારી અધિકારીઓ દ્વારા રાહત અને બચાવની કામગીરી કરવાની યોજના છે. અસરગ્રસ્તોને પાણીની બોટલો અને ફુડ પેકેટ વિતરણ કરીને તેઓ સેવાનું કામ કરશે.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

वायरल वीडियो में इन दो बच्चों ने जो किया उसे देखकर चौंक जाएंगे आप !

Rohit Jha

जन्म लेते ही उठ बैठा अद्भुत बच्चा, 1 घंटे में हुई मौत

Pragati Raj

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More