Local Heading

વિશ્વામિત્રીના કોતરમાં જુગાર રમતા ચાર ઝડપાયા, એક જુગારી પાસેથી છરો મળ્યો

વડોદરા – શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા બાલ ભવન પાસેના વિશ્વામિત્રીના કોતરમાં જુગાર રમી રહેલા ચાર જુગારિયાઓને પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા. જુગારિયાઓની અંગ જડતી દરમિયાન એક જુગારી પાસેથી પોલીસને ધારદાર છરો પણ મળ્યો હતો. પોલીસે ચારે જુગારિયાઓ સામે જુગારધારા હેઠળનો કેસ અને જેની પાસેથી છરો મળ્યો હતો તેની સામે અલગથી કેસ દાખલ કરીને ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા બાલ ભવન પાસેના વિશ્વામિત્રીના કોતરમાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડીને સંતોષ ઉર્ફે બોસ ખ્યાલસિંગ નેગી, મહેન્દ્ર રમણભાઈ વણકર, કિરણ ઉર્ફે વિકાસ પરસોત્તમ ઠાકોર અને શકિત ઉર્ફે કટોરોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકીના સંતોષ ઉર્ફે બોસ ખ્યાલસિંગ નેગી પાસેથી ધારદાર છરો મળી આવ્યો હતો. પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી છે.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

पाक की नापाक हरकत, भेज रहा है भारत में नशा

Rahul Kumar

दहेजलोभी IPS का भांडाफोड़

Rahul Kumar

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More