Local Heading

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

વડોદરા – શહેર નજીકના બાજવા ત્રણ રસ્તા પાસેથી ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતા એક બુકીના એકાઉન્ટન્ટની જવાહરનગર પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન તથા રોકડા રુપિયા 12,300 જપ્ત કરી તેની પુછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, પાદરાના બુકી સલીમ ઉર્ફે લબુક મલેકે ક્રિકેટ વિશ્વ કપની ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ગ્રાહકો પાસેથી સટ્ટો લીધો હતો અને તેનું એકાઉન્ટ લખવા માટે તે બેઠો હતો. પોલીસે તેની કબુલાતને આધારે સલીમ ઉર્ફે લબુક મલેકની શોધખોળ શરુ કરી છે.

શહેરની જવાહરનગર પોલીસે બાજવા ત્રણ રસ્તા પાસેના લક્ષ્મી પાન સેન્ટર પાસેથી રાહુલ ચીમનભાઈ ચાવડાની ધરપકડ કરી હતી. રાહુલ પોતાના મોબાઈલ ઉપર ટેલીગ્રામ એપ્લીકેશન તથા વોટ્સએપ પર આવેલા સટ્ટાનો હિસાબ કરી રહ્યો હતો. પોલીસે તેની કબુલાતને આધારે પાદરાના સલીમ ઉર્ફે લબુક મલેકને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરુ કરી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More