Local Heading

સુરત – ગીતા રબારીના ડાયરામાં રુપિયા સાથે ડોલરનો વરસાદ, રકમ શહિદોના પરિવારને આપવાનો નિર્ણય

સુરત – સુરત જિલ્લાના કડોદરામાં એક લગ્નપ્રસંગ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં રુપિયા અને ડોલરોનો રિતસરનો વરસાદ વરસ્યો હતો. ડાયરામાં લોક ગાયીકાની ગીતો અને ભજનોની જમાવટથી આનંદિત થઈ ઉઠેલા લોકોએ પૈસાનો વરસાદ વરસાવતા સ્ટેજ ઉપર ચલણી નોટોની ચાદર પથરાઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ડાયરાના અંતમાં જ્યારે રુપિયાની ગણતરી કરવામાં આવી તો તે રકમ સાત લાખ રુપિયાથી વધારે હતી. આખરે, દેશભક્ત પરિવારે આ રકમને શહિદોના પરિવારને સુપતર કરવાનો નિર્ણય લીધો હતો.

વાત એમ છે કે, સુરત જિલ્લાના કડોદરા ગામે રહેતા રમેશભાઈ નાયકના પુત્ર પાર્થના લગ્ન પ્રસંગે જાણીતા લોક ગાયીકા ગીતા રબારીનાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ડાયરાની ખાસ વાત એ હતી કે, તેમાં સ્ટેજ ઉપર જેટલા પૈસાનો વરસાદ થાય તે તમામ રકમ શહિદોના પરિવારને સુપરત કરવાનો નિર્ણય લેવાયો હતો.

ડાયરાની શરુઆતથી જ લોક ગાયીકા ગીતા રબારીએ દેશભક્તિના ગીતો અને ભજનની રમઝટ બોલાવી હતી. ગીતા રબારીના સુરીલા ગીતો સાંભળીને લોકો આનંદિત થઈ ઉઠ્યા હતા અને સ્ટેજ ઉપર પૈસાનો વરસાદ વરસવા લાગ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ડાયરામાં શામેલ પુરુષો સાથે મહિલાઓ અને બાળકોએ પણ સ્ટેજ ઉપર રુપિયાનો વરસાદ વરસાવ્યો હતો.

ડાયરાના અંતે જ્યારે પૈસા ગણવામાં આવ્યા ત્યારે તેની કુલ રકમ સાત લાખ રુપિયાથી વધારેની થઈ હતી. અચંબો પમાડે તેવી બાબત એ હતી કે, આ રકમમાં ભારતીય ચલણ સાથે અમેરિકન ડોલરો પણ હતા. આ તમામ રકમને શહિદોના પરિવારને આપવામાં આવશે.

વરરાજા પાર્થ નાયકે કહ્યુ હતુ કે, બાળપણથી જ તેને સેનામાં જોડાવાની ઈચ્છા હતી. પરંતુ, સંજોગોવસાત તે સેનામાં જોડાઈ શક્યો ન હતો. પરંતુ, આજે પોતાના લગ્નના ડાયરામાં મળેલી રકમને શહિદોના પરિવારને આપીને દેશભક્તિ વ્યક્ત કરી રહ્યો છે.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

Alkesh Vyas

મુસાફરી લાંબી હતી જીંદગી ટૂંકી પડી – ગંભીરા પાસે ગંભીર અકસ્માતમાં 11 યુવકોના મોત

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More