Local Heading

વડોદરા – સ્મશાનની સળગતી ચિતા પરથી અડધી બળેલી લાશને કૂતરા નીચે ખેંચી લાવતા હોબાળો

વડોદરા – શહેરના ગોત્રી રોડ ઉપર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સ્મશાન ગૃહમાં મોતનો મલાજો નહીં જળવાતા ખળભળાટ મચી ગયો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, સ્મશાન ગૃહમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવને લીધે રખડતાં કૂતરાઓ ચિતા ઉપર અડધી બળેલી લાશને ખેંચીને નીચે લઈ આવ્યા હતા. સાંપ્રત સમાજને હચમચાવી મુકે તેવી આ ઘટના પ્રકાશમાં આવતા જ સામાજીક કાર્યકરો દોડી આવ્યા હતા અને તેઓએ સ્મશાનમાં સુરક્ષા જવાનો મુકવાની માગણી કરી હતી.

સામાજીક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ જણાવ્યુ હતુ કે, આઠેક મહિના પહેલા જ ગોત્રી સ્મશાનના સમારકામમાં કરોડો રુપિયા ખર્ચાયા હતા. પરંતુ, અહીં મૃતદેહોની સલામતીની કોઈ વ્યવસ્થા જ નથી.

અહીં, રખડતા કૂતરા ફરી રહ્યા છે અને તેઓ સળગતી ચિતા પરથી અડધા બળેલા મડદાને નીચે ખેંચી લાવે છે. આ સ્મશાનમાં મોતનો મલાજો જળવાતો નથી. ભૂતકાળમાં કારેલીબાગના ખાસવાડી સ્મશાનમાં પણ દફનાવાયેલા નાના બાળકોના મૃતદેહોને કૂતરા ખોદીને બહાર કાઢી લાવતા હતા.

આ રીતે સ્મશાનમાં જ મૃતદેહો સલામત ના હોય તો તેની પાછળ કરોડોનો ખર્ચ કરવાનો શો મતલબ ? ગોત્રી સ્મશાનમાં આજે બનેલી ઘટનાની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલા લેવા જોઈએ તેવી માગણી અતુલ ગામેચીએ કરી હતી.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More