Local Heading

માંગરોળ પાસેના દરિયામાં શંકાસ્પદ બોટ નજરે પડતાં મરિન પોલીસ એક્શનમાં

જૂનાગઢ – ગુજરાતના દરિયા કાંઠે માંગરોળ નજીક એક શંકાસ્પદ બોટ આવી રહી છે તેવી જાણકારી માછીમારોએ મરિન પોલીસને આપી હતી. જેને આધારે મરીન પોલીસે શંકાસ્પદ બોટનો પીછો કરીને તેને ઝડપી પાડી હતી અને ત્યારબાદ તેની તલાશી હાથ ધરી હતી. જોકે, બોટમાંથી કંઈ શંકાસ્પદ મળી નહીં આવતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, માંગરોળના દરિયા કાંઠે એક શંકાસ્પદ બોટ આવી રહી હોવાની જાણકારી સ્થાનીક માછીમારોએ પોલીસને આપી હતી. જેને આધારે પોલીસે મરીન પોલીસ તથા વેરાવળ એસપી સહિતના અધિકારીઓને એલર્ટ કર્યા હતા. ત્યારપછી પોલીસની ટીમ આકાશ દિપ નામની સ્થાનીક બોટમાં સવાર થઈને દરિયામાં પહોંચી હતી. જ્યાં પોલીસે આ શંકાસ્પદ બોટને લોકેટ કરી હતી.

ત્યારપછી મરિન પોલીસની મદદથી શંકાસ્પદ બોટને આંતરવામાં આવી હતી અને તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. પરંતુ, તેમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, આ શંકાસ્પદ બોટ હકીકતમાં ઓએનજીસીએ હાયર કરી હતી અને તેને મુંબઈ લઈ જવાની હતી.

જોકે, આ શંકાસ્પદ બોટ અંગેની જાણકારી આપવા બદલ મરિન પોલીસે માછીમારોનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં મૂંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકીઓએ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કર્યો હતો.

Related posts

दुनिया की सबसे ख़तरनाक होली गुजरात में खेली जाती है। यहाँ देखिए अपनी जान को जोखिम में डालते हुए लोग

Alkesh Vyas

કવાંટ – ઈષ્ટદેવને પ્રસન્ન કરવા જીવનું જોખમ ખેડવાની પરંપરા

Alkesh Vyas

નવસારીની ટિકીટ કોળી પટેલ ઉમેદવારને જ આપવાની માગણી

Sanjay Mahant

સુરત – વરાછામાં વૃધ્ધાના ગળામાંથી સોનાની બે ચેઈન આંચકી ગઠિયો ફરાર

Sanjay Mahant

PM મોદીના ગુડ ગવર્નન્સ ઉપર સુરતના વકિલનું Phd

Sanjay Mahant

ગૂગલ મેપથી લોકેશન મેળવીને કોર્પોરેટ ઓફિસોમાં ચોરી કરતી ડિજીટલ ગેંગ ઝડપાઈ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More