Local Heading

ગુજરાતમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને હેલિકોપ્ટર ફાળવાયું, એક સપ્તાહમાં 50 સભા ગજવશે

વડોદરા – પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા હાર્દિક પટેલને લોકસભાની ચુંટણી ટાંણે કોંગ્રેસે પોતાના પક્ષમાં ભેળવીને તદ્દન નવો જ દાવ અજમાવ્યો છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસનો આ દાવ મહદ્અંશે સફળ પણ થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, કોંગ્રેસ હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક માની રહી છે અને તેની વધારેને વધારે સભાઓ ગુજરાતમાં થાય તે માટેના પ્રયાસો કરી રહી છે. હવે, પ્રચાર માટે સભાઓ ગજવવાના મામલે હાર્દિક પટેલ કોંગ્રેસના સિનીયર નેતાઓ કરતા અગ્રેસર હોય તેમ સ્પષ્ટ જણાય છે અને તેને લીધે જ કોંગ્રેસે હાર્દિકને એક પ્રાઈવેટ હેલિકોપ્ટર પણ ફાળવી દીધુ છે.

કહેવાય છે કે, આવનારા એક સપ્તાહ દરમિયાન હાર્દિક પટેલ 50થી વધુ જાહેરસભાઓ ગજવશે અને આ સભાઓમાં પહોંચવા માટે તેનો સમય ના વેડફાય તે માટે કોંગ્રેસે તેને હેલિકોપ્ટર ફાળવ્યુ છે.

Related posts

બિલ્કીસ બાનુને રુપિયા 50 લાખની સહાય ચુકવવાનો સુપ્રિમનો આદેશ

Alkesh Vyas

નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસની ફરિયાદ, ચુંટણી પંચે મોદીને આપી ક્લીનચીટ

Alkesh Vyas

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં અભૂતપુર્વ સરેરાશ 64 ટકા મતદાન

Alkesh Vyas

લોકશાહીના મહાયજ્ઞમાં સંતોની મતદાન દ્વારા આહુતિ

Alkesh Vyas

ઈરફાન પઠાણ વોટ આપવા માટે વિમાન મારફતે ખાસ વડોદરા આવ્યો

Alkesh Vyas

મતદાન કરવા માટે 22 વર્ષનો બિમાર યુવક એમ્બ્યુલન્સમાં આવ્યો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More