Local Heading

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

વડોદરા – સોશિયલ મિડીયા, ક્રાઈમ ઉપર બનતી ડરામણી ટીવી સિરીયલો અને અફવાને લીધે લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે, કોઈપણ અજુગતી ઘટનાને લોકો ગંભીરતાથી લઈ લે છે અને તેનાથી ક્યારેક ગંભીર ગેરસમજ પણ સર્જાતી હોય છે. આવી જ એક ઘટના વડોદરાના ચકલી સર્કલ વિસ્તારમાં બની હતી.

જેમાં પેટ્રોલીંગ પર નીકળેલી પોલીસની જીપને જોઈને મોબાઈલ પર લુડોની રમત રમી રહેલા કેટલાક યુવકો પકડાઈ જવાની બીકે ભાગ્યા હતા. આ સામાન્ય ઘટનાથી રાહદારીઓમાં એવી ગેરસમજ ઉભી થઈ હતી કે, રસ્તા પર દોડી રહેલા યુવકો મોટા ગુનેગાર છે અને પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યા છે.

આવી ધારણા બાંધીને લોકોએ આ યુવકોનો પીછો શરુ કરતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, પોલીસ અને પબ્લીકથી બચવા માટે શનાભાઈ રાઉલજી નામનો યુવક કોર્પોરેશનની કચરાપેટીમાં છૂપાઈ ગયો હતો. જોકે, અક્ષરાબેન નામની એક મહિલાએ તેને જોઈ લીધો હતો અને પોલીસ બોલાવીને તેને પકડાવી દીધો હતો.

શનાભાઈ રાઉલજીની પુછપરછમાં ખુલાસો થયો હતો કે, તે પોતાના મિત્રો સાથે લુડો રમી રહ્યો હતો તે સમયે અચાનક પોલીસની જીપ તેમની પાસે આવીને ધીરી પડી હતી. જેથી પોલીસ તેમને પકડી જશે તેવી બીકે તેઓ ભાગ્યા હતા. જોકે, લોકો તેમને ગુનેગાર સમજીને પાછળ પકડવા દોડ્યા હતા અને આખોય મામલો સર્જાયો હતો.

યુવકના આ પ્રકારના ખુલાસાથી ભારે રમૂજ ફેલાઈ હતી પરંતુ, પોલીસે યુવકને પકડાવી દેવાની હિંમત દાખવનાર મહિલાનો આભાર માન્યો હતો અને શનાભાઈ રાઉલજી નામના યુવકને પણ સમજાવીને રવાના કર્યો હતો. પરંતુ, ગઈકાલે આખોય દિવસ આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાના એરણે ચડી હતી.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More