Local Heading

દ્વારકાધીશ જગત મંદિરમાં દાનની રકમમાં ઘટાડો નોંધાયો, સોનાનું દાન વધ્યું

વડોદરા – સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગત મંદિરની વર્ષ 2018થી વર્ષ 2019ની આવક જાહેર કરવામાં આવી છે. જેમાં જાહેર કરવામાં આવ્યુ છે કે, વર્ષ દરમિયાન મંદિરમાં 12.18 કરોડ જેટલી રોકડ રકમ દાનમાં મળી છે જ્યારે, 812 ગ્રામ સોનુ અને 41 કિલોગ્રામ ચાંદીનું દાન મળ્યુ છે.

ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે રોકડ રકમના દાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ, સોનામાં 121 ગ્રામ વધારો અને ચાંદીમાં 8 કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે. ભક્તો દ્વારા ચઢાવવામાં આવતી ભેંટ અને દાનના મામલે ગુજરાત રાજ્યમાં અંબાજી પછી સૌથી વધુ આવક દ્વારકાધીશ જગત મંદિર આવે છે. દ્વારકાધીશ મંદિરમાં આવતી દાનની રકમમાંથી સેવાપૂજા કરતા પૂજારીઓને, દેવસ્થાન સમિતીને અને ચેરીટી કમિશનરની કચેરીમાં અલગ-અલગ ભાગ વહેંચવામાં આવે છે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More