Local Heading

ઈરફાન પઠાણ વોટ આપવા માટે વિમાન મારફતે ખાસ વડોદરા આવ્યો

વડોદરા – ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને હાલમાં આઈપીએલના કોમેન્ટ્રેટર ઈરફાન પઠાણ આજે પોતાનો વોટ આપવા માટે બહારગામથી વિમાન મારફતે ખાસ વડોદરા આવ્યો હતો અને તેણે પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

ઈરફાન પઠાણ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહે છે અને હાલમાં તે આઈપીએલની મેચોમાં કોમેન્ટ્રી આપી રહ્યો છે. હાલમાં આઈપીએલની સિઝન ચાલી રહી હોવાથી તે કામઅર્થે રાજ્યની બહાર હતો. તેમ છતાંય તેણે વોટિંગ માટે ખાસ વડોદરા આવવાનો નિર્ણય લીધો હતો અને હજારો રુપિયા ખર્ચીને તેણે ફ્લાઈટની ટિકીટ લીધી હતી. આજે નમતી બપોરે એટલે કે, ચાર-પાંચ વાગ્યાની આસપાસ તે વડોદરા એરપોર્ટ ઉતર્યો હતો અને સીધો વોટિંગ કરવા માટે તાંદલજા ગયો હતો. જ્યાં તેણે પરિવારના સદસ્યો સાથે મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More