Local Heading

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો ખતરો – ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો હળવો આંચકો

અમદાવાદ – દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વાયુનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો ભય ફેલાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આજે નમતી બપોરે એટલે કે, 4.17 કલાકે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, ભૂકંપનો આંચકો બિલકુલ હળવો હતો અને તેની તીવ્રતા 2.3 હતી. જોકે, માત્ર છ દિવસના સમયગાળા દરમિયાન ભૂકંપના બબ્બે વખત આંચકા અનુભવાતા ભયનો માહોલ ખડો થયો છે.

આજે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 32 કિલોમીટર દૂર અમીરગઢના કેંગોરા ગામે નોંધાયુ હતુ. એક તરફ વાવાઝોડા વાયુનો ખતરો તોળાઈ રહ્યો છે અને બીજી તરફ ભૂકંપના હળવા આંચકા અનુભવાતા ગુજરાતમાં જાણે કુદરત નારાજ થઈ હોય તેવી કપરી પરિસ્થીતીનું નિર્માણ થયુ છે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More