Local Heading

લ્યો કરલો બાત…કન્યા વિના લગ્ન યોજાયુ છતાં વરરાજા ખૂબ જ ખુશ હતો…!!

વડોદરા – તમે ક્યારેય એવું લગ્ન જોયુ છે કે, જેમાં વરરાજા હોય, વરઘોડો હોય, મહેમાનો હોય, પ્રિતી ભોજન પણ હોય પરંતુ, કન્યા જ ના હોય…તમને જરુર એમ થાશે કે, કન્યા વિના તે કાંઈ લગ્ન થાતા હશે ? પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે, આવા કન્યા વિનાના લગ્ન સાબરકાંઠા જિલ્લાના ચાંપલાનાર ગામે થયા છે અને તેમાં આખેઆખુ ગામ પણ શામેલ થયુ છે.

વાત એમ છે કે, સાંબરકાંઠાના ચાંપલાનાર ગામમાં રહેતા વિષ્ણુભાઈ બારોટનો પુત્ર અજય ઉર્ફે પોપટ બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે. ઉંમરના હિસાબે તેના શરીરનો તો વિકાસ થયો છે પણ દિમાગ એટલુ વિકસીત નથી. આશ્ચર્યની વાત એ છે કે, માનસિક અસ્વસ્થ હોવા છતાંય અજય ઉર્ફે પોપટને લગ્નના વરઘોડામાં ડાન્સ કરવાનો જબરદસ્ત શોખ છે.

તમે જાણીને અચંબિત થઈ જશો કે, ગામમાં કોઈનું પણ લગ્ન હોય અજય વરઘોડામાં નાચવા અચુક પહોંચી જાય. તેના ઘરે કંકોતરી આવી હોય કે નહીં..તેની પરવા કર્યા વિના બેન્ડવાજાનો જેવો અવાજ આવે કે, અજય સૌથી પહેલો નાચવા લાગે..અને પાછુ એટલુ જ નહીં, પણ છેલ્લે સુધી બિલકુલ થાક્યા વિના અજય અણનમ ખેલાડીની જેમ નાચતો જ રહે.

તેના આવા અનોખા શોખ વિષે જાણીને તેના પિતા વિષ્ણુભાઈ કાયમ જીવ બાળે કે, કાશ અજય નોર્મલ હોત તો, તેના પણ લગ્ન ધામધૂમથી કરત. સામે તરફે અજય પણ પિતાને રોજ સવાલ કરે કે, પપ્પા મારુ લગ્ન ક્યારે થશે ? તેના આવા વેધક સવાલથી પિતા  આશ્ચાસન આપે કે, બેટા ચિંતા ના કર તારુ પણ લગ્ન ધૂમધામથી થશે.

આખરે, પિતાએ વ્હાલસોયા પુત્ર અજયની ખુશી માટે તેનું સૂચક લગ્ન કરવાનો નિર્ણય લીધો. આમ જોવા જઈએ તો, અજય પણ સમાજની સમજ કરતાં કંઈ અલગ જ સમજે એટલે તેનું લગ્ન પણ બિલકુલ અલાયદુ જ કરવુ પડે તે વાત પણ સ્વાભાવિક છે. આખરે, પરિવારે અજયનું સૂચક લગ્ન એટલે કે, તેને ખુશ કરવા માટે લગ્નનું આયોજન કર્યું.

પંડિતના કહેવાથી 10મી મે ના શુભદિવસે અજયનું લગ્ન નક્કી કરવામાં આવ્યું. આખેઆખા ગામમાં અને સમાજમાં કંકોતરી પણ વહેંચાઈ. કંકોતરીમાં સ્પષ્ટ સૂચના પણ લખવામાં આવી કે, ચાંલ્લા પ્રથા બંધ છે. પરિવારના બાળકોના નામે ટહુકો પણ અપાયો કે, અમારા અજયભાઈના લગ્નમાં જલુલ…જલુલ..થી આવજો.

લગ્નના દિવસે એટલે કે, ગઈકાલે સવારે ઘરમાં મંડપ મુહુર્ત અને ગણેશ સ્થાપના પણ કરવામાં આવી. ઘરની મહિલાઓએ અજયની પીઠી પણ ચોળી…તમે જાણીને અચંબિત થઈ જશો કે, બધ્ધુ સૂચક હતુ પણ બધ્ધાનો ભાવ તો એટલો જ અકબંધ હતો. બધ્ધાને અજયને પરણાવવાનો અભરખો હતો.

આખરે, સ્નાન કર્યા પછી અજય શેરવાની અને પાઘડીમાં સજ્જ થઈને વરરાજાના વેશમાં બહાર આવ્યો. તેની ચાલમાં અનોખી છટા અને ચહેરા ઉપર ભરપુર આનંદ છલકાતો હતો. આજે તેનો દિવસ હતો અને તેની પળેપળને માણવા માટે તે આતુર હતો. અત્યાર સુધી તેણે બીજાના વરઘોડામાં ડાન્સ કર્યો હતો પણ આજે પોતાના વરઘોડામાં લોકોને ડાન્સ કરતા જોવાનો આનંદ માણવાનો હતો.

આખરે, એક દિવસનો રાજા બનેલો અજય બિલકુલ રાજવી ઠાઠ સાથે ઘોડા પર સવાર થયો અને બેન્ડવાજાની તાલે ઝૂમતા જાનૈયાઓ સાથે તેનો વરઘોડો નીકળ્યો. બેન્ડવાજાના ગીતો સાંભળીને અજય પણ પોતાની જાતને રોકી ના શક્યો અને તે પણ મિત્રો સાથે નાચવા લાગ્યો. લગભગ બે કલાક સુધી ગામની ગલીઓમાં ફરીને આખરે, વરઘોડો પાછો તેના ઘરે પહોંચ્યો અને ત્યારબાદ અજયના સૂચક લગ્ન પૂર્ણ થયા.

અજયના પિતા વિષ્ણુભાઈ બારોટ કહે છે કે, માનસિક અસ્વસ્થ પુત્ર અજયની ખુશી માટે તેમણે તેના સૂચક લગ્ન યોજ્યા હતા. આ સૂચક લગ્નમાં શામેલ થવા બદલ તેઓ ગ્રામજનો અને સમાજના લોકોનો આભાર માને છે.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

गोबर से ऐसे बचाया जा रहा है ‘कार का रंग’

Ramta

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More