Local Heading

વડોદરા – રસ્તે ચાલતા લોકોને બચકુ ભરી લેતા તોફાની વાંદરાને કેળાની લાલચ આપીને પાંજરામાં કેદ કરાયો

વડોદરા – શહેરના હરણી રોડ ઉપર આવેલા વિજયનગર વિસ્તારમાં ઘરના આંગણે બેઠેલા અને મેદાનમાં રમતા બાળક સહિત પાંચ લોકો પર હુમલો કરનારા તોફાની વાંદરાને આખરે, વન વિભાગે પાંજરે પૂર્યો હતો. વન વિભાગની ટીમે વિજયનગરમાં પાંજરુ ગોઠવ્યુ હતુ અને તેમાં કેળા મુકીને વાંદરાને આકર્ષિત કર્યો હતો. કેળા ખાવાની લ્હાયમાં વાંદરો પાંજરામાં પ્રવેશ્યો હતો અને ફસાઈ ગયો હતો. વન વિભાગે આ તોફાની વાંદરાને તેના પ્રાકૃતિક આવાસમાં છોડી દેવાની કવાયત હાથ ધરી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વિજયનગર, શિવ દર્શન સોસાયટી તથા માઈ મંદિરની આસપાસના સમગ્ર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી એક તોફાની વાંદરાએ આતંક મચાવ્યો હતો. આ વાંદરો રસ્તે ચાલતા લોકો પર હુમલા કરતો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, આ હિંસક વાંદરાએ બચકુ ભરી લેતા કપિલાબેન નામની મહિલાને પગમાં 17 ટાંકા આવ્યા હતા. જ્યારે યશ નામના બાળકને 12 ટાંકા અને વિનોદભાઈ નામના વૃધ્ધને પગમાં પાંચ ટાંકા આવ્યા હતા.

સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દેનારા આ તોફાની વાંદરાને પકડવા માટે આખરે, વન વિભાગની મદદ લેવામાં આવી હતી. જેથી સ્થળ ઉપર પહોંચેલી વન વિભાગની ટીમે પાંજરુ ગોઠવીને વાંદરાને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. વન વિભાગ કર્મચારીઓએ પાંજરામાં કેળા મુકતાની સાથે જ ભાવતુ ભોજન આરોગી લેવાની લ્હાયમાં વાંદરો પાંજરાની અંદર પ્રવેશ્યો હતો અને તેની સાથે જ પાંજરાનો દરવાજો ધડામ દઈને બંધ થઈ જતાં વાંદરો અંદર જ ફસાઈ ગયો હતો.

અંતે વાંદરાને વન વિભાગના અધિકારીઓ સાથે લઈ ગયા હતા અને વિજયનગર સહિતના વિસ્તારના રહિશોએ રાહતનો દમ ભર્યો હતો.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More