Local Heading

દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો, પ્રવાસીઓ માટે પ્રવેશબંધી

દીવ – વાયુ વાવાઝોડાની અસર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં જોવા મળી રહી છે. બપોરના સમયે અચાનક દીવના દરિયાના પાણીમાં કરંટ જોવા મળ્યો હતો. દરિયાના મોજા ઉંચા ઉછળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મહત્વની વાત એ હતી કે, ધીરેધીરે દરિયાનું પાણી વધી રહ્યુ હતુ અને તેમાં કરંટ પણ વધી રહ્યો હતો.

આખરે, પોલીસે તાત્કાલિક પગલા લઈને દીવમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. દીવના પ્રવેશદ્વાર ઉપર જ પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો અને પોલીસે દીવમાં એન્ટ્રીનો પ્રયાસ કરતા પ્રવાસીઓને ત્યાં જ અટકાવી દીધા હતા અને તેમને પાછા વાળ્યા હતા.

દીવની સહેલગાહે દૂરદૂરથી આવેલા લોકોને અંદર એન્ટ્રી નહીં મળતા તેઓમાં નિરાશા છવાઈ હતી. પરંતુ, પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, હાલમાં દીવમાં વાવાઝોડા વાયુનો ખતરો તોળાઈ રહ્યો છે. આવા સંજોગોમાં સ્થાનીક લોકો સિવાય કોઈપણ પ્રવાસીઓને અંદર પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

अवैध अतिक्रमण के खिलाफ सिटी मजिस्ट्रेट ने चलाया अभियान

Srajit Awasthi

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

विश्व योग दिवस पर प्रशासन ने एलईडी से किया प्रचार

Nitendra Jha

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More