Local Heading

હાલોલ રોડ ઉપર માર્ગ અકસ્માતમાં દિપડાનું મોત

વડોદરા – હાલોલ રોડ ઉપર જરોદ પાસે રસ્તા પર દોડી આવેલો દિપડો એક ટ્રકની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. મોઢા ઉપર ઈજા થવાને લીધે તે તડફડીયા ખાઈને રસ્તા ઉપર જ ઢળી પડ્યો હતો અને થોડી વાર બાદ જ તેનુ મોત નીપજ્યું હતુ

આ બનાવની જાણ થતા જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવાર સહિતના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રસ્તા ઉપર મૃત અવસ્થામાં પડેલા દિપડીને વડોદરાને લઈ આવ્યા હતા. રોડ એક્સિડન્ટમાં મોતને ભેંટેલા દિપડાના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કર્યા બાદ તેનો નિકાલ કરી દેવામાં આવશે તેવુ વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More