Local Heading

વડોદરા – રુપિયા લૂંટી લીધા બાદ ટ્રેનમાંથી નીચે ફેંકી દેવાયેલા શ્રમજીવીનું મોત

વડોદરા – દહેરાદૂન એક્સપ્રેસમાં મુંબઈથી મધ્યપ્રદેશ જઈ રહેલા એક શ્રમજીવી યુવકને લૂંટીને લૂંટારુઓએ તેને રનિંગ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હતો. ટ્રેનની નીચે પડેલા યુવકનો એક પગ ટ્રેનના પૈડાની નીચે આવી જતાં તેનો એક કપાઈ ગયો હતો. આ બનાવ બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. રનિંગ ટ્રેનમાં બનેલી લૂંટ અને હુમલાની આ ઘટનાથી ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ખડા થયા છે.

બનાવની વિગતો એ છે કે, મૂળ મધ્યપ્રદેશનો 16 વર્ષીય વિજય રમણભાઈ સિમલીયા મુંબઈના પાલઘર જિલ્લામાં નવી બની રહેલી એક ઈમારતના ચણતરનું કામ કરતો હતો. બે દિવસ પહેલા તે શેઠ પાસેથી પાંચ હજાર રુપિયા લઈને મધ્યપ્રદેશ જવા નીકળ્યો હતો. તે મુંબઈથી દહેરાદૂન એક્સપ્રેસમાં બેઠો હતો અને મધ્યપ્રદેશ જતો હતો. જે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પાર કરીને ટ્રેન જેવી સમલાયા પાસે પહોંચી તે સમયે કેટલાક અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા અને તેના ગજવામાંથી રોકડ રકમ કાઢી લીધી હતી.

વિજયે તેઓનો વિરોધ કરતા લૂંટારુ ટોળકીએ તેને સમલાયા પાસે રનિંગ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હતો. આ બનાવમાં વિજયનો પગ કપાઈ ગયો હતો. જેથી સારવાર માટે તેને દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. ટ્રેનમાં લૂંટ આચર્યા બાદ યુવકને ટ્રેનની બહાર ફેંકી દેવાના આ ગંભીર મામલાથી મુસાફરોની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઉધનાથી સુરત રેલવે સ્ટેશન વચ્ચે મેમુ ટ્રેનમાં મુસાફરી કરતી એક યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવી લેવાના પ્રયાસમાં ગઠિયાએ તેને ટ્રેનની નીચે પાડી દીધી હતી. આ બનાવમાં યુવતીનો પગ કપાઈ ગયો હતો. સુરતની આ ઘટના પછી પણ ટ્રેનમાં સલામતી અંગેનો ગંભીર સવાલ ઉભો થયો હતો.

આ ઘટનાની શ્યાહી સૂકાઈ નથી ત્યાં તો વડોદરા પાસે વધુ એક લૂંટના બનાવમાં મુસાફરનું મોત નીપજતા હાહાકાર મચી ગયો છે.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

पाक की नापाक हरकत, भेज रहा है भारत में नशा

Rahul Kumar

दहेजलोभी IPS का भांडाफोड़

Rahul Kumar

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More