Local Heading
વડોદરા - એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ 2

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

વડોદરા – મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સેન્ટ્રલ એસએસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહીઓ કાઢીને તેને બહાર લઈ ગયા પછી તેમાં સુધારા કરીને વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડમાં આખરે સયાજીગંજ પોલીસે બે પટ્ટાવાળા અને એક ડઝન વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડમાં ગુનો દાખલ થતાની સાથે જ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને બે પટ્ટાવાળાની ધરપકડ કરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા એક ડઝન વિદ્યાર્થીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

થોડા દિવસ પહેલા વડોદરાની એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડમાં બે પટ્ટાવાળાની સંડોવણી બહાર આવી હતી. જેઓ આર્ટસ ફેકલ્ટીના સેન્ટ્રલ એસએસમેન્ટ સેન્ટરમાંથી ચુપકિદીથી ઉત્તરવહીઓ બહાર લઈ આવતા હતા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમાં સુધારા કરી દેતા હતા. ત્યારપછી પટ્ટાવાળાઓ સિફતતાથી આવી ગેરકાયદે સુધારેલી ઉત્તરવહીઓ પાછી તે જ જગ્યાએ મુકી આવતા હતા.

આ કૌભાંડનો ખુલાસો થતાં જ યુનિવર્સિટી સત્તાધીશો ચોંકી ઉઠ્યાં હતા અને તેઓએ નિષ્પક્ષ તપાસ કરાવી હતી. જેમાં કૌભાંડમાં બે પટ્ટાવાળાની સંડોવણી પ્રકાશમાં આવી હતી. આખરે, યુનિવર્સિટીએ તપાસના અંતે ગઈકાલે સયાજીગંજ પોલીસ મથકે બે પટ્ટાવાળા અને એક ડઝન વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદને આધારે આરોપીઓ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી, ચોરી, કાવતરામાં હિસ્સેદારી, પુરાવાનો નાશ જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધાયાના પહેલા જ દિવસે એક્શનમાં આવીને ચિરાગ ગંગારામ વડદ્રા અને અંકિત અશોકરાવ ફણસે નામના બે પટ્ટાવાળાઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસને આ કેસમાં ડિજીટલ પુરાવા હાથ લાગ્યા હતા. જેમાં આરોપીઓ એકબીજા સાથે ફોન કોલ્સ અને એસએમએસ દ્વારા સંપર્કમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસે આરોપી વિદ્યાર્થીઓના નામ હજી સુધી ગુપ્ત રાખ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એક તરફ પોલીસ આ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરશે અને બીજી તરફ યુનિવર્સિટી પણ આરોપી વિદ્યાર્થીઓ સામે પગલા લે તેવી શક્યતા છે.

Related posts

फ्रेंच किस पड़ा पत्नी पर भारी, जीभ काटकर फरार हुआ पति

Shravani Pattnaik

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More