Local Heading

સાહેબ, મને આ વ્યાજખોરથી બચાવો પ્લીઝ, મારો આખો પગાર વ્યાજમાં જ જતો રહે છે

વડોદરા – વ્યાજખોરોના આતંકથી લોકોને બચાવવા માટે શહેર પોલીસ કમિશનરે શરુ કરેલી ઝૂંબેશને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગઈકાલે વારસિયા પોલીસ મથકે યોજાયેલા લોક દરબારમાં 200થી વધુ લોકોએ વિવિધ વ્યાજખોરો ત્રાસ સામે પોલીસને રજૂઆત કરી હતી. અરજદારોને સાંભળ્યા બાદ પોલીસ કમિશનરે 33 જેટલા કેસોમાં પુરતા પુરાવા મળતા જ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

વડોદરા શહેરમાં વ્યાજખોરોનો આતંક વધી ગયો છે. થોડા પૈસા ઉદાર આપીને 10થી 15 ટકા સુધીનું ઉંચુ વ્યાજ વસુલતા ખાનગી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે શહેર પોલીસે રિતસરની ઝૂંબેશ ઉપાડી છે. ગઈકાલે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ વારસિયા પોલીસ મથકના પટાંગણમાં વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો માટે ખાસ લોક દરબારનું આયોજન કર્યું હતુ.

જેમાં કારેલીબાગ, સિટી, હરણી, વારસિયા, સમા અને બાપોદ પોલીસ મથકની હદમાં રહેતા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ અને પોલીસ દ્વારા તેઓને ખાતરી આપવામાં આવી હતી કે, જો કોઈ વ્યાજખોરોના આતંક અંગેના પુરાવા લઈને આવશે તો વ્યાજખોર સામે કડકમાં કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસના લોક દરબારને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ગઈકાલે પોલીસ કમિશનરની હાજરીમાં 200 લોકોએ વ્યાજખોરોની સામે રજૂઆત કરી હતી. પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ લોકોને સાંભળ્યા હતા. જેમાંથી 33 જેટલી ફરિયાદો એવી હતી કે, જેમાં વ્યાજખોર સામે ગુનો દાખલ થઈ શકે તેમ હતુ એટલે લોકોની રજૂઆતને ફરિયાદ માની લઈને તમામ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરીને તેઓની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપી હતી.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More