Local Heading

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

વડોદરા- શહેરમાં આગામી 4થી તારીખે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શહેર પોલીસ દ્વારા રથયાત્રાના સમગ્ર રૃટ પર ચુસ્ત બંદોબસ્તનું આયોજન કર્યું છે. રથયાત્રાના

રૃટ પર શહેરના તેમજ બહારથી આવનારા પોલીસ અધિકારીઓ સહિત 4 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરાશે.

શહેરમાં આગામી 4થી જુલાઈએ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે. ભગવાન ખુદ વિશાળ રથમાં આરુઢ થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોઈ રથયાત્રાના દિવસે લાખો

ભક્તજનો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. રથયાત્રા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારમાંથી પણ પસાર થતી હોઈ અને લાખોની સંખ્યામાં ભક્તજનોની મેદની ઉમટી

પડતી હોઈ શહેર પોલીસ તંત્ર દ્વારા તેને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાની વિશેષ પગલા હાથ ધર્યા છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશનથી બપોરે અઢી વાગે શરૃ થઈ મોડી સાંજે કેવડાબાગ ખાતે પહોંચશે અને ત્યાં રથયાત્રાનું સમાપન થશે. રથયાત્રાના

સમગ્ર રૃટ પર શહેર પોલીસની જોઈન્ટ પોલીસ કમિશ્નર ઉપરાંત 5 ડીસીપી, 12 એસીપી , 40 પીઆઈ જેમાં 10 બહારથી બોલાવવામાં આવ્યા છે તે તેમજ 142 પીએસઆઈ, શહેર પોલીસના

2090 પોલીસ જવાનો તેમજ હોમગાર્ડસ, સીઆરપી અને આરપીઅએફની પાંચ પાંચ ટુકડીઓ સહિત આશરે ચાર હજારથી વધુ પોલીસ જવાનો સમગ્ર રૃટ પર તૈનાત રહેશે.
રથાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા મહિલાઓની છેડતી તેમજ ભક્તોના પાકિટ ચોરીના બનાવો બનતા હોઈ આવા બનાવો અટકાવવા માટે આ વખતે ભક્તોની ભીડમાં સ્ત્રી

અને પુરુષ પોલીસ જવાનો પણ સાડા ડ્રેસમાં તૈનાત રહેશે.

સમગ્ર રથયાત્રાનું પોલીસના 25 વિડીઓગ્રાફર દ્વારા સમગ્ર રથયાત્રાની વિડીઓગ્રાફી પણ હાથ ધરાશે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં ડીપ પોઈન્ટ અને ધાબા પર પણ પોલીસ જવાનો

તૈનાત રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે.

Related posts

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

હાલોલ રોડ ઉપર માર્ગ અકસ્માતમાં દિપડાનું મોત

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More