Local Heading

ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારની સળગેલી લાશ મળી – હત્યાની આશંકા

અમદાવાદ – શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ભક્તિ સર્કલ પાસેના શિક્ષાપત્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી ન્યુઝ ચેનલમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા ચિરાગ પટેલ નામના યુવકની ગઈકાલે કઠવાડા ગામની સીમમાં ટેબલી હનુમાન મંદિર પાસેથી લાશ મળી આવતી ચકચાર મચી ગઈ હતી.

ચોંકાવનારી વાત એ હતી કે, ચિરાગની લાશ બળેલી હાલતમાં હતી. પ્રાથમિક દ્રષ્ટીએ તેની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ જણાતુ હતુ. પોલીસે ઘટના અંગેની તપાસ શરુ કરી છે.

ગઈકાલે ચિરાગ પટેલનો વિકલી ઓફ હતો અને તે બપોરે જમીને ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. ત્યારપછી તે ઘર પાસેની એક કોલ્ડ ડ્રીંક્સની દુકાને ગયો હતો અને ત્યાં તેણે એનર્જી ડ્રીંક પીધુ હતુ. ત્યારપછી તે ભેદી સંજોગોમાં ગૂમ થઈ ગયો હતો. ગૂમ થતા પહેલા તેણે પોતાના ભાઈ સાથે મોબાઈલ પર વાત પણ કરી હતી.

દરમિયાન ગઈકાલે કઠવાડા ગામ પાસેથી તેની લાશ મળી આવી હતી. ચિરાગ પટેલની લાશ સળગેલી હાલતમાં હતી. તેની પાસે તેનું બાઈક, આઈકાર્ડ અને પાકિટ મળી આવ્યુ હતુ. જોકે, મૃતકનો મોબાઈલ ફોન મળ્યો ન હતો. પ્રાથમિક તબક્કે એવુ લાગતુ હતુ કે, ચિરાગની હત્યા કરવામાં આવી છે. હાલ તુરત પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ શરુ કરી છે.

Related posts

ટીટોળીએ મારા બંગલાના બીજા માળે ઈંડા મુક્યા છે એટલે વરસાદ સારો થશે…!!

Alkesh Vyas

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

बसपा के पूर्व मंत्री से मांगी गयी 22 करोड़ की रंगदारी, बच्चे के अपहरण की दी धमकी

Sunil Kumar

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

23મીએ યોજાનારી મત ગણતરી માટે સરકારી કર્મચારીઓની કાર્ય શિબીર યોજાઈ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More