Local Heading

બોરસદ તાલુકાના રાસ ગામને રેડિયો રિલીવર સિસ્ટમથી સજ્જ કરાયું

આણંદ – ૨૧મી સદીમાં શહેરોમાં ટેક્નોલોજીના સહારે જીવી રહ્યા છે. ત્યારે ગામડાઓ પણ હવે ટેક્નોલોજી અપનાવી શહેરોની સાથે કદમ મિલાવી રહ્યા છે વાત છે સરદાર વલ્લભભાઇ પટેલની યાદ સાથે જોડાયેલા ઐતિહાસિક રાસ ગામની, ફક્ત નવ હજારની વસતિ ધરાવતાં રાસ ગ્રામ પંચાયતમાં બેઠાં બેઠાં સૂચના, માહિતી કે જાહેરાતની જાણકારી તમામ ગ્રામજનો સુધી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા એટલે કે ‘રેડિયો રીલીવર સિસ્ટમ’ વિકસાવવામાં આવી છે.

બોરસદ તાલુકાના રાસ ગામ ઐતિહાસિક ગામ તરીકે ઓળખ ધરાવે છે. અહીંયા આવેલ વડ નીચેથી સરદાર વલ્લભભાઇ પટેલની સૌ પ્રથમવાર ધરપકડ કરવામાં આવી હતી. આજે પણ તે વડ હયાત છે. રાસ ગામની વસ્તી માત્ર ૯ હજાર જેટલી છે. જેમાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. ત્યારે આવા ગામમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકો સુધી દરેક વાત સરળતાથી પહોંચી જાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા રેડિયો રિલિવર સિસ્ટમ બેસાડવામાં આવી છે.

અગાઉ ગ્રામ પંચાયતની જાહેરાતો, ખેતીને લગતી જાહેરાતો, ગ્રામસભા, મતદાર યાદી સુધારણા, મેડિકલ કેમ્પ વગેરે અંગે ગામમાં નોટિસ ર્બોડ પર કાર્યક્રમની વિગતો લખવામાં આવતી હતી, પરંતુ મોટાભાગના ગ્રામજનો નોટિસ બોર્ડ વાંચતા ન હોવાથી તેનો લાભ લઇ શકતાં ન હતા, તેમજ ગામમાં સારાં નરસા પ્રસંગોએ સાદ પડાવવામાં આવતો હતો. જે સાદ પાડનારને ૫૦ કે ૧૦૦ રૂપિયા આપવામાં આવે અને તે ગામમાં ફરીને સાદ પાડી આવે પરંતુ તેમાં પણ કેટલાક વિસ્તારો કે ફળિયા રહી જતા હતા જેને લઇ તમામ ગ્રામજનોને કોઇપણ સૂચના કે માહિતી ઝડપ અને સરળતાથી મળી શકે તે ઉદ્દેશ્યથી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ‘રેડિયો રીલિવર સિસ્ટમ’ લગાડવામાં આવી છે. પ્રથમ દરેક ફળિયાના નાકે અને બજારમાં ૨૫ જેટલા સ્પીકરો લગાડવામાં આવ્યા હતા અને હાલ વધુ ૧૦ સ્પીકરો બસ સ્ટેન્ડ સુધી લગાવવામાં આવ્યા છે. કુલ ગામમાં ૩૫ જેટલા સ્પીકરો લગાવવામાં આવ્યા છે.

ગ્રામજનોને કેવા પ્રકારની માહિતી અપાય છે
ગામમાં સારાં-નરસા પ્રસંગની કરાતી જાહેરાત ખેતીમાં વાવણી, વિવિધ રોગના લક્ષણો-નિદાન વગેરે વિશે માર્ગદર્શન મતદારયાદી, ગ્રામસભા, ચૂંટણી, શાળા પ્રવેશોત્સવ. નિદાન-સારવાર કેમ્પ, પોલિયો રસીકરણ જેવા આરોગ્યલક્ષી કાર્યક્રમો. પાણી પૂરવઠો પૂરો પાડવાના સમયમાં કરાતા ફેરફાર. ગામમાં કોઇ વ્યક્તિની વસ્તુ ખોવાઇ ગઇ અથવા કોઇ વ્યક્તિને વસ્તુ મળી હોય તેનાં વિશે અપાતી માહિતી.

ગ્રામ પંચાયતને આવક મળી રહે છે અને ગ્રામજનોને ફાયદો
સરપંચ જયાબેન ના જણાવ્યા અનુસાર રેડિયો રિલિવર સિસ્ટમથી ગ્રામ પંચાયતને આવકનો સ્ત્રોત પણ ઉભો થયો છે. રૂા. ૨૫નો ચાર્જ લઇને ધંધાર્થી, વેપારી કે કોઇપણ વ્યક્તિને સિસ્ટમ પરથી જાહેરાત કરવા દેવામાં આવે છે. ગ્રામજનોને પણ ઘરે બેઠાં ગામમાંથી જરૂરિયાતની વસ્તુઓ બાબતે માહિતી મળે છે.

રાસના અગ્રણી કિરણભાઇ પટેલએ જણાવ્યું હતું કે ‘રેડિયો રિલિવર સિસ્ટમ’ હેઠળ ગામમાં મેઈન રસ્તા, દરેક ફળિયા, બજાર અને બસ સ્ટેન્ડ સુધી જુદા-જુદા ૩૫ મહત્વના સ્થળોએ સ્પીકર મુકવામાં આવ્યા છે. કન્ટ્રોલ રૂમ પંચાયતમાં રાખવામાં આવ્યો છે. પંચાયતમાં માઇક પરથી જે સૂચના વહેતી કરવામાં આવે તે તમામ ગ્રામજનો સાંભળી અને જાણી શકે છે. અગાઉ ગ્રામ પંચાયત દ્વારા નળ તૂટે કે પાણી ન આવવાનું હોય તો ગામમાં સાદ પડાવવામાં આવતો હતો. પરંતુ હવે પંચાયતમાં બેઠા બેઠા જ એમ્પ્લીફાયર અને માઇકથી આખા ગામને કોઇ પણ સૂચના કે જાહેરાત હોય તેની એક જ સમયે જાણ કરવામાં આવે છે. જેનાથી સમયનો પણ બચાવ થાય છે અને ઝડપી રીતે માહિતી ગ્રામજનો પાસે પહોંચે છે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More