Local Heading

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે ફોર્મ મેળવવા વાલીઓનો ધસારો

વડોદરા – રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આર્થિક રીતે પછાત બાળકોને ખાનગી શાળામાં ધોરણ-1માં પ્રવેશ મેળવવાની આજે છેલ્લી તારીખ છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જેને કારણે આરટીઈ હેઠળ બાળકના પ્રવેશ માટે વાલીઓમાં ફોર્મ મેળવવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

હાલમાં વડોદરાની વાત કરીએ તો શહેરની કુલ 448 શાળાઓમાં આરટીઈ હેઠળ કુલ 5900 બેઠકો ઉપર બાળકોને એડમિશન આપવાના છે. પરંતુ, આરટીઈ હેઠળ એડમિશન મેળવવા માટે કુલ 7000 જેટલા ફોર્મનું વિતરણ થઈ ચુક્યુ છે.

આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ત્યારપછી તેની ચકાસણી હાથ ધરવામાં આવશે અને ત્યારપછી છઠ્ઠી મે પહેલા પ્રવેશનું પહેલુ લિસ્ટ જાહેર કરવામાં આવશે તેવુ શિક્ષણ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

Related posts

બિલ્કીસ બાનુને રુપિયા 50 લાખની સહાય ચુકવવાનો સુપ્રિમનો આદેશ

Alkesh Vyas

નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસની ફરિયાદ, ચુંટણી પંચે મોદીને આપી ક્લીનચીટ

Alkesh Vyas

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં અભૂતપુર્વ સરેરાશ 64 ટકા મતદાન

Alkesh Vyas

લોકશાહીના મહાયજ્ઞમાં સંતોની મતદાન દ્વારા આહુતિ

Alkesh Vyas

ઈરફાન પઠાણ વોટ આપવા માટે વિમાન મારફતે ખાસ વડોદરા આવ્યો

Alkesh Vyas

મતદાન કરવા માટે 22 વર્ષનો બિમાર યુવક એમ્બ્યુલન્સમાં આવ્યો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More