Local Heading

હવે નથી સહન થતુ, ડોક્ટર કંઈ કરો, પ્લીઝ મને પુરુષમાંથી સ્ત્રી બનાવી દો અને ભગવાને કરેલી ભુલ સુધારી દો..!!

વડોદરા – હું જન્મથી પુરુષ છુ પરંતુ, મારી અંદર એક સ્ત્રી સમાયેલી છે…હું છેલ્લા 26 વર્ષથી પુરુષનું શરીર અને સ્ત્રીના મન સાથે જીવી રહી છું..પણ હવે મને ગુંગળામણ થાય છે…હવે નથી રહેવાતુ…મારાથી આવી બેવડી જીંદગી નથી જીવાતી…ડોક્ટર પ્લીઝ, મારુ સેક્સ ચેન્જ કરો અને મારી અંદર ધરબાયેલી એ સ્ત્રીને બહાર કાઢો…આ વાક્ય હતા બાંગ્લાદેશના 26 વર્ષના એક યુવકના…અલી નામના આ યુવકને સેક્સ ચેન્જ કરાવીને મીરાકુંવારી થવુ હતુ અને એટલે જ તે મેડિકલ ટુરિઝમ અંતર્ગત બાંગ્લાદેશથી તે ખાસ વડોદરા આવ્યો હતો.

સોશિયલ મિડીયા પર તેને જાણકારી મળી હતી કે, વડોદરાની યુરો કેર હોસ્પિટલમાં સેક્સ ચેન્જની સર્જરીઓ થાય છે એટલે, ડોક્ટરોની એપોઈન્ટમેન્ટ મેળવીને તે ખાસ અહીં આવ્યો હતો. તેનુ કહેવુ હતુ કે, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને એવુ લાગે છે કે, ભલે મારો જન્મ પુરુષ તરીકે થયો પણ હું એક મહિલા જ છું. મારામાં પુરુષના એકપણ ગુણ નથી. મને સ્ત્રીની જેમ જ રહેવાનુ પસંદ છે. શરુઆતમાં મારા પરિવારજનો મને સમજી શકતા ન હતા. સમાજમાં લોકો મારી હાંસી પણ ઉડાડતા હતા.

મારે એક સ્ત્રી તરીકે જ જીવન જીવવુ છે તેવુ પરિવારને સમજાવવામાં મને 26 વર્ષ લાગી ગયા. આખરે, મારા પરિવારે મને પુરુષમાંથી સ્ત્રી બનવા માટે સેક્સ ચેન્જનુ ઓપરેશન કરાવવાની પરવાનગી આપી. હું મારા ભાઈ સાથે બાંગ્લાદેશથી વડોદરા આવી છું. ડોક્ટરોએ મારી માનસિક તથા શારીરીક તપાસ કરીને નિષ્કર્ષ કાઢ્યુ છે કે, હું પુરુષમાંથી સ્ત્રી બની શકુ તેમ છું.

વડોદરાની યુરોકેર હોસ્પિટલના ડો. સંજીવ શાહ કહે છે કે, સેક્સ ચેન્જ ઓપરેશન માટે બાંગ્લાદેશથી વડોદરા આવેલા યુવકની બે તબક્કામાં સર્જરી કરવામાં આવશે. પહેલા તબક્કાની સર્જરી થઈ ચુકી છે, જેમાં તેના કમરના ભાગની ચરબી કાઢીને તેનાથી બ્રેસ્ટ ઈમપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, તેના શરીરમાંથી વૃષણની ગોળીઓ પણ કાઢી લેવાઈ છે. ત્રણ મહિના પછી તેની બીજા તબક્કાની સર્જરી કરાશે. જેમાં તેના ગુપ્તાંગને કાઢીને તેને બદલે યોનીમાર્ગ બનાવી દેવામાં આવશે અને ત્યારપછી સેક્સ ચેન્જની તેની મેડિકલ પ્રક્રિયા પૂર્ણ થશે.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More