Local Heading

છોટાઉદેપુરના લેહવાંટ ગામના આર્મી જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્યચક્ર એનાયત કરાયો

છોટાઉદેપુર – છોટાઉદેપુર જીલ્લાના લેહવાંટ ગામના એક આર્મી જવાનને તેના સાહસપૂર્ણ યોગદાન બદલ ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરાયો હતો.

પ્રાપ્ત માહીતી અનુસાર, છોટાઉદેપુર જીલ્લાના લેહવાંટ ગામના માલસીંગભાઈ રાઠવા અને ચાતુરીબેન રાઠવાના પુત્ર લીલેશભાઈ રાઠવા છેલ્લા ૧૦ વર્ષથી આસામ રાઈફલ્સમાં રાઇફલ મેન તરીકે ફરજ બજાવે છે અને અને દેશ સેવા કરી રહ્યા છે. પણ ગત નવેંમ્બર ૨૦૧૭ માં જ્યારે મણીપુર રાજ્યમાં પોસ્ટીંગ પર હતા.

તે સમયે આઠ આતંકવાદીઓએ તેમની ટીમ ઉપર અચાનક હુમલો કર્યો હતો. જે દરમિયાન તેમના બંને સાથીઓને ગોળી વાગી હતી અને તેઓ ઘાયલ થયા હતા. તેમ છતાંય બિલકુલ ડર્યા વિના અદમ્ય સાહસનો પરિચય આપીને લીલેશ રાઠવાએ લાઈટ મશીનગન વડે આતંકવાદીઓ ઉપર ફાયરિંગ શરુ કર્યું હતુ.

તેઓની આવી પ્રતિક્રિયાથી આતંકવાદીઓ ફફડી ઉઠ્યાં હતા અને તેઓ આખરે, ત્યાંથી પલાયન થઈ ગયા હતા. લીલેશ રાઠવાના આ સાહસપૂર્ણ પગલાથી પ્રભાવિત થઈને તેમને શૌર્યચક્ર એનાયત કરવામાં આવ્યો છે.

15મી ઓગષ્ટના દિવસે જાહેર કરાયેલા આ સમ્માનનીય પદકને થોડા દિવસ પહેલા દેશના રાષ્ટ્રપિતા રામનાથ કોવિંદના હસ્તે આપવામાં આવ્યો હતો. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના આદિવાસી પરિવારના લીલેશ રાઠવાના શૌર્યચક્ર મળતા જ પૂર્વપટ્ટીના આદિવાસીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

Related posts

બિલ્કીસ બાનુને રુપિયા 50 લાખની સહાય ચુકવવાનો સુપ્રિમનો આદેશ

Alkesh Vyas

નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસની ફરિયાદ, ચુંટણી પંચે મોદીને આપી ક્લીનચીટ

Alkesh Vyas

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં અભૂતપુર્વ સરેરાશ 64 ટકા મતદાન

Alkesh Vyas

લોકશાહીના મહાયજ્ઞમાં સંતોની મતદાન દ્વારા આહુતિ

Alkesh Vyas

ઈરફાન પઠાણ વોટ આપવા માટે વિમાન મારફતે ખાસ વડોદરા આવ્યો

Alkesh Vyas

મતદાન કરવા માટે 22 વર્ષનો બિમાર યુવક એમ્બ્યુલન્સમાં આવ્યો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More