Local Heading

સુરત – ધારાસભ્ય મુકેશ પટેલે બહાદૂરી દાખવીને ચિલઝડપનો પ્રયાસ કરનારા ગઠિયાને ઝડપી પાડ્યો

સુરત – શહેરના ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલની હિંમત અને બહાદૂરીને લીધે ચાલુ બાઈકે મોબાઈલની ચીલઝડપ કરતો ગઠિયો ઝડપાઈ ગયો હતો. પોલીસે પકડાયેલા ગઠિયા સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ આજે સવારે રોજીંદાક્રમ મુજબ, મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા. તે વખતે તેમની નજીક બાઈક પર સવાર બે યુવકો ધસી આવ્યા હતા. મુકેશભાઈ કંઈ સમજે તે પહેલા જ બાઈકની પાછળની સીટ ઉપર બેઠેલા ગઠિયાઓ તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ, મુકેશ પટેલ બિલકુલ વિચલીત થયા ન હતા અને તેમણે મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરનારા ગઠિયાને પકડી રાખ્યો હતો. જે દરમિયાન ધારાસભ્યના પગમાં ઈજા પણ પહોંચી હતી પરંતુ, તેમણે ગઠિયાને પકડીને બુમરાણ મચાવી હતી જે દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ ગઠિયાને દબોચી લીધો હતો. આ બનાવ અંગે સ્થાનીક પોલીસે ગઠિયા સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

Related posts

माता-पिता के झगड़े में गाेद से गिरा सात दिन का मासूम बच्चा, हुई मौत

Local News Desk

पति बना हत्यारा, पत्नी को 15 बार चाकू घोंपने के बाद काट दी गर्दन

Local News Desk

બિલ્કીસ બાનુને રુપિયા 50 લાખની સહાય ચુકવવાનો સુપ્રિમનો આદેશ

Alkesh Vyas

નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસની ફરિયાદ, ચુંટણી પંચે મોદીને આપી ક્લીનચીટ

Alkesh Vyas

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં અભૂતપુર્વ સરેરાશ 64 ટકા મતદાન

Alkesh Vyas

લોકશાહીના મહાયજ્ઞમાં સંતોની મતદાન દ્વારા આહુતિ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More