Local Heading

ધો-10માં નાપાસ થવાની બીકે આપઘાત કરી લેનારી વિદ્યાર્થિની પાસ થઈ ગઈ – માર્કશીટ જોઈને પિતા રડી પડ્યાં…!!

વડોદરા – સામાન્ય રીતે કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પાસ થાય તો તેના માતા-પિતા ખુશી મનાવતા હોય છે પરંતુ, વડોદરાના હાથીખાના વિસ્તારનું એક પરિવાર એવુ હતુ કે, ધોરણ – 10ના આજે આવેલા રિઝલ્ટમાં તેમની દિકરી પાસ થઈ ગઈ હોવા છતાંય માતા-પિતા આઘાતથી ચોધાર આંસુએ રડી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર ખુશીને બદલે અફસોસ હતો કે, કાશ અમારી દિકરી જીવતી હોત તો તે પોતાનું રિઝલ્ટ જોઈને ખુશ થઈ જાત.

વાત એવી છે કે, હાથીખાના વિસ્તારમાં રહેતા કનુભાઈ તડવી પ્લમ્બર છે. તેમની દિકરી કાજલે આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલી ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી હતી. પરંતુ, તેને ડર હતો કે, આ પરીક્ષામાં તે નાપાસ થશે. તેણે પોતાના ડરને મનમાં જ રાખ્યો હતો અને 20મી માર્ચના દિવસે તેણે પોતાના ઘરના મોભ ઉપર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતાં જ તેના માતા-પિતા આઘાતમાં સરી પડ્યાં હતા. ચોંકાવનારી વાત એ હતી કે, આજે ધોરણ-10નું પરિણામ જાહેર થયુ હતુ. જેમાં કાજલ 42.48 ટકા સાથે પાસ થઈ ગઈ હતી. કાજલનું રિઝલ્ટ જાણીને પિતા કનુભાઈને આંચકો લાગ્યો હતો અને માર્કશીટ હાથમાં પકડીને તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. કનુભાઈનું કહેવુ હતુ કે, કાજલે હતાશ થયા વિના રિઝલ્ટની વાટ જોઈ હોત તો કદાચ તેને આપઘાત કરવાનો વારો ના આવત.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

ભલુ થજો, એ વિરલ વ્યક્તિનું જેણે ભજીયા જેવી સ્વાદિષ્ટ વાનગીની શોધ કરી

Alkesh Vyas

પોલીસ કોન્સ્ટેબલની ઈમાનદારીનો અનોખો કિસ્સો

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More