Local Heading

વડોદરા – જાહેરમાર્ગ ઉપર મહિલા ભડભડ સળગતી હતી અને એક યુવકે વિડીયો ઉતારી લીધો

વડોદરા – શહેરના હરિનગર વિસ્તારમાં આવેલા ફ્લાય ઓવરના નીચે કોઈ કારણસર સળગી રહેલા કચરામાં એક મહિલા જીવતી ભુંજાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. ઘટના એવી હતી કે, બ્રીજની નીચે કચરો સળગી રહ્યો હતો અને અહીં સૂતેલી એક મહિલા પણ બળી રહી હતી. આગની લપટોમાં લપેટાયેલી મહિલાનો કોઈએ વિડીયો પણ ઉતાર્યો હતો. જે સમગ્ર શહેરમાં ખૂબ જ ઝડપથી વાઈરલ પણ થયો હતો. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત ઘોષિત કરી હતી.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના હરિનગર વિસ્તારમાં આવેલા ફ્લાય ઓવરની નીચે આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ કચરાના ઢગલામાં લાગી હતી પરંતુ, આગની લપટોમાં એક મહિલા પણ સળગવા લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગની લપટોએ મહિલાને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. જોતજોતામાં મહિલા જાહેર સ્થળે ભડભડ સળગવા લાગી હતી. ચોંકાવનારી વાત એ હતી કે, કોઈ કારણસર મહિલા ઉઠી શકતી ન હતી અને આગની લપટોમાં રહીને કણસતી હતી. રાહદારીઓ તેને જોઈ રહ્યા હતા અને કેટલાક લોકો તેનો વિડીયો ઉતારી રહ્યા હતા.

કેટલાક માનવતાવાદી લોકો મહિલાને બચાવવા માટે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કોશિષ કરી રહ્યા હતા. પરંતુ, કમનસીબી એ હતી કે, મહિલા ઉઠી શકતી ન હતી અને સ્થળ ઉપર જ ભસ્મીભુત થઈ ગઈ હતી. આ બનાવ બાદ મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. જોકે, આ સમગ્ર ઘટનાનો કોઈએ મોબાઈલ ઉપર વિડીયો ઉતારી લીધો હતો અને આજે દિવસભર આખા શહેરમાં આ વિડીયો રોકેટ ગતિએ વાયરલ થયો હતો.

આ બનાવ અંગે સ્થાનીક પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરુ કરી છે. પોલીસ માટે બે સવાલો ખૂબ જ મહત્વના છે કે, આગ કેવી રીતે લાગી ? અને આગમાં જીવતી ભુંજાયેલી અજાણી મહિલા આગથી બચવા માટે ઉઠી કેમ ના શકી ? આ બંને સવાલોના જવાબ શોધવા માટે પોલીસે પ્રયાસો શરુ કર્યાં છે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More